Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
રવાલિયાની પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી નહેરમાં મોતની છલાંગ લગાવી
રવાલિયા નહેરમાં ઝંપલાવનાર પરિણીતાની લાશ નિઝામપુરા પાસેથી મળી આવી હતી : પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો
12/08/2022 00:08 AM Send-Mail
ઠાસરા તાલુકાની રવાલિયાની પરિણીતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી નહેરમાં મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે પરિણીતાને મજબૂર કરનાર પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. કઠલાલ તાલુકાના કાણીયેલ તાબેના ચાચરિયાની મુવાડી ગામે રહેતા અજીતભાઈ ફુલાભાઈ બારૈયાની બે દીકરીઓના લગ્ન રવાલિયા ગામના (હાલ રહે. રવાલિયા, તા. ઠાસરા) ભુપતભાઈ લ-મણભાઈ ચાવડાના બે દીકરાઓ સાથે જ્ઞાતિના રીતીરિવાજ મુજબ થયા હતા. જેમાં મોટી દિકરીનો ઘરસંસાર સારી રીતે ચાલી રહ્યો છે. જ્યારે નાની દીકરી આશાનો ઘર સંસાર કંકાસમય બન્યો હતો. આશાબેનના પતિ અર્જુનભાઈ ભુપતભાઈ ચાવડા તથા સાસુ રમીલાબેન ભૂપતભાઈ ચાવડા આશાબેન સાથે ઘરના કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરતા હતા.

આથી અવારનવાર આશાબેન રીસાઈને પોતાના પિયરમાં આવી જતા હતા. જો કે આશાબેનના પિતા સમગ્ર વાતથી વાકેફ હતા અને પોતાની દીકરીનો ઘર સંસાર બગડે નહીં તેથી પોતાની દીકરીને સમજાવીને પરત સાસરે મૂકી જતા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે આશાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ બાદ પણ ઘરસંસારમાં ઘરના કામકાજ બાબતનો ત્રાસ યથાવત રહ્યો હતો. ગત એક મહિના પહેલા જ આશાબેન રિસાઈને પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. જો કે પિતાએ સમજાવટ કરીને સાસરીમાં મૂકી ગયા હતા.

ગત ૯મી ઓગસ્ટના રોજ પતિ અને સાસુ સાથે ઘરના કામકાજ બાબતે તકરાર થતા આશાબેન રિસાઈને ઘરેથી નીકળી ગયા હતા અને મહી કેનાલના વહેતા પાણીમાં કૂદી પડ્યા હતા. બીજી બાજુ સમગ્ર ઘટના અંગે આશાબેનના પિતાને પણ જાણ કરવામાં આવી હતી. જો કે જે તે સમયે નહેરનાં પાણીમાં તપાસ આદરવામાં આવી હતી. પરંતુ દીકરી આશાબેનની કોઈ ભાળ મળી ન હતી. આ બાદ ગતરોજ મહુધા તાલુકાના નિઝામપુરા ગામ પાસેથી કેનાલના પાણીમાં આશાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે મરણ જનાર આશાબેનના પિતા અજીતભાઈ ફુલાભાઈ બારૈયાએ ઠાસરા પોલીસ મથકે દીકરીના પતિ અર્જુનભાઈ ભૂપતભાઈ ચાવડા અને સાસુ રમીલાબેન ભૂપતભાઈ ચાવડા (બંને. રહે. રવાલિયા, તા. ઠાસરા) સામે દુષ્પ્રેરણાની ફરિયાદ આપી હતી.

ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો