Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
વડતાલ મંદિરમાં દેવોનું રાજોપચાર પૂજન, શિષ્યગણ દ્વારા ૪૦ લાખના સુવર્ણ અલંકારો-વાઘા અર્પણ
મંત્રોચ્ચાર સાથે દેવોને પપપ કિલો સૂકી દ્રાક્ષનો અભિષેક
13/08/2022 00:08 AM Send-Mail
વડતાલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સદ્ગુરુ વંદના મહોત્સવ અને હરી સ્મૃતિ પારાયણ અંતર્ગત દેવોનું શ્રદ્ઘા અને ભાવપૂર્વક રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સદ્ગુરુ સંતોના કૃપાપાત્ર શિષ્યો દ્વારા દેવોને રૂા.૪૦ લાખના સુવર્ણ અલંકારો તથા દેવોના વાઘા અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજ, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંત વલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રીય ધર્મપ્રસાદદાસજી, મહોત્સવના પ્રણેતા વિશ્વવલ્લભ સ્વામીતથા ટ્રસ્ટી પાર્ષદ ઘનશ્યામ ભગત વગેરે હાજર રહ્યા હતા.ઠાકોરજીને પાલખીમાં પધરાવી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા ભક્તો દ્વારા વાઘાની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી.

આજના પ્રસંગે નિજ મંદિરમાં ભૂદેવોના મંત્રોચ્ચાર વિધિ સાથે બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદ, ચૈતન્યાનંદજી તથા પૂજારી દ્વારા દેવોને ૫૫૫ કિલો સુકી દ્રાક્ષનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર હરિભક્તોના જય ઘોષથી ગુંજી ઊઠ્યું હતું.

હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા