Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આઝાદીની ઝાંખી કરાવતું નડિયાદનું સત્યાગ્રહ મંદિર ‘હિન્દુ અનાથ આશ્રમ’
-સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીનું પ્રથમ મિલન હિન્દુ અનાથ આશ્રમમાં થયું હતું
13/08/2022 00:08 AM Send-Mail
હિન્દુ અનાથ આશ્રમનો આઝાદી સાથે ખુબ જૂનો સંબંધ છે. આ સ્થળ ક્રાંતિકારીઓનું આશ્રય સ્થાન હોવાનું માનવા પણ આવે છે.ખેડા જિલ્લા સાથે બાપુ "મહાત્મા ગાંધી"નું પણ અનન્ય નાતો રહ્યો છે.

ખેડા સત્યાગ્રહના બીજ નડિયાદમાં જ રોપાયા હતા, સત્યાગ્રહના આયોજનો પણ નડિયાદની ભૂમિ પર જ કરાયા હતા. વીરો, સાહિત્યકારો અને સાક્ષરોની આ ભૂમિને મહાત્માએ વર્ષ ૧૯૧૬ માં ૧૦ દિવસ માટે ખુંદી હતી અને ત્યારથી તેઓ આ સાક્ષરનગરી- નટપુર સાથે આત્માથી જોડાયા હતા.

વર્ષ ૧૯૧૬માં ગાંધીજીએ નટપૂરની ભૂમિ પર પગ મુક્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાય લોકો ગાંધીજીને લેવા માટે બળદગાડામાં નડિયાદ રેલ્વે સ્ટેશને પહોચ્યા હતા. એ પ્રસંગની તસ્વીર આજે પણ હિન્દુ અનાથ આશ્રમમાં છે અને મુલાકાતે આવતા લોકો આ તસ્વીર જોઈ ધન્યતા અનુભવે છે.મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે નડિયાદમાં જ ખેડા સત્યાગ્રહની આહલેક જગાવી હતી.આજે પણ એ ક્ષણને જીવંત કરતી કૃતિ એટલે "હિન્દુ અનાથ આશ્રમ" ગાંધીજી આ આશ્રમમાં ૧૦ દિવસ સુધી રોકાયા હતા અને આશ્રમની પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ગોષ્ઠી કરતી પ્રતિમા સૌનું ધ્યાન દોરે છે. નિરાધાર બાળકોનો માની જેમ ઉછેર અને તેમનામાં જ્ઞાાન સંસ્કારના સિંચનને કારણે વિદેશમાં પણઆશ્રમની પ્રસિધ્ધી સાથે પ્રગતીનો વિસ્તાર થયો છે. તા.૧૫/૦૩/૧૯૦૮ નાં દિવસે આશ્રમની સ્થાપનાની સાથે દુષ્કાળ અને રોગ ચાળાનો ઈતિહાસ પણ જોડાયેલો છે. કપરા સંજોગોમાં નિઃસહાય નિરાધાર બાળકો માટે આશ્રમ સેવાતીર્થ બન્યો છે. પંજાબના "પંજાબ કેસરી "એવા લાલા લાજપતરાયે દુષ્કાળ પીડિત કુટુંબોના નાના બાળકોને બચાવી લેવા પોતાની પાસેનાં "દુષ્કાળ રાહત ફંડ" માંથી રૃપિયા ૨૫૦૦મોકલી આપી આશ્રમની સ્થાપનામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આજે આશ્રમ ૭ એકર જમીનમાં વિસ્તાર સાથે સમાજ સેવાનું વટવૃક્ષ બન્યું છે. ૧૧૫ વર્ષ જુની સંસ્થામાંથી હજારો વિદ્યાર્થીઓએ આશ્રય મેળવી શિક્ષણ પગભર બની સંસારને ઉજ્જવળ બનાવ્યું છે. સન. ૧૯૧૬ની ૨૩ મી જાન્યુઆરી રવિવારનાં દિવસે મહાત્મા ગાંધીજીએ આશ્રમની મુલાકાત લઇ આશ્રમની સેવા પ્રવૃતિઓને બિરદાવી જરૃરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આશ્રમ માત્ર અનાથ બાળકોનો નાથ ન રહેતા ઇ.સ ૧૯૧૭ માં સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર પણ બન્યું હતું. ૧૬ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ મહાત્મા ગાંધીજી અમદાવાદનાં સાથીઓ સાથે નડિયાદ આશ્રમમાં આવ્યા હતાં. બાપુએ આશ્રમને 'સત્યાગ્રહ મંદિર' થી બિરદાવ્યુ હતું. સરદાર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત હિન્દુ અનાથ આશ્રમમાં થઇ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલને "ખેડા સત્યાગ્રહ" નું સંચાલન આ મુલાકાત બાદ સોંપાયું હતું. અને ખેડા સત્યાગ્રહની શરૃઆત આ પવિત્ર ભૂમિ પરથી થઇ હતી. ૧૧૫ વર્ષ જુની આ સંસ્થામાં અત્યાર સુધી લગભગ ૭૦૦૦ અનાથ દિકરા દિકરીઓ આશ્રમનાં સહારે પોતાનું જીવન શરુ કરી પગભર થયા છે. આશ્રમે સમાજને વકીલ, પ્રાધ્યાપકો,ડોકટર અને સમાજ સેવક આપ્યા છે. ઘણાં અંતેવાસીઓએ પોતાનાં ઉદ્યોગ સ્થાપ્યા છે. ૫૬૨ જેટલી દિકરીઓના લગ્ન પણ આશ્રમના પ્રાંગણમાં મંડપ બનાવીને જાન તેડાવીને કરાવ્યા છે. આ બધા દિકરા દિકરીઓ પોતાના દામ્પત્ય જીવનમાં સુખી અને વ્યવસ્થિત જીવી રહ્યા છે, જે આશ્રમની એક મોટી સિધ્ધિ છે. હિન્દુ અનાથ આશ્રમની સ્થાપના ૧૫/૦૩/૧૯૦૮ ના રોજ થઇ હતી.આ સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાના સમયે આશ્રમમાં શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આશ્રમમાં રૃપિયા ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ગાંધી-સરદાર સ્મૃતિભવનમાં કોમ્પ્યુટર હોલ, સિવણ વર્ગ, રંગમંચ, ગાંધી-સરદાર સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા બાંધવામાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ૩૨ વર્ષથી આશ્રમ દર્દી રાહત કેંદ્ર ચાલે છે. જેમાં નજીવી રૃપિયા પાંચ કેસ ફીમાં દર્દીઓને ડોક્ટરી તપાસ આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધી ૪,૯૭,૮૯૪ લાભાર્થીઓએ લાભ લીધો છે.તથા આશ્રમમાં રૃપિયા ૨૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલ કુંદનબેન દિનશા પટેલ તાલીમ કેન્દ્રમાં બ્યુટી પાર્લર અને બાળાઓને શીખવવા માટે અદ્યતન રસોઈ ઘર છે.

હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા