Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
નડિયાદમાં ૩ દિવસ અગાઉ પેટ્રોલપંપ પર થયેલી ૧.૯૪ લાખની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
પકડાયેલા તસ્કર રોહિતભાઈ તળપદા પાસેથી ૧.૯૪ લાખની રોકડ પૈકી ૧.૬૫ લાખ જપ્ત કરાયા
13/08/2022 00:08 AM Send-Mail
નડિયાદમાં ૩ દિવસ અગાઉ ટાઉન પોલીસ સ્ટેશનની નજીક આવેલા પેટ્રોલપંપ પર તસ્કરે ચોરીને અંજામ આપનાર શખ્સને પોલીસે ઝડપી લઈને મોટાભાગની રકમ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નડિયાદમાં હાર્દસમા વિસ્તાર અને ટાઉન પોલીસ મથકથી નજીક આવેલ સી.આર.સન્સ પેટ્રોલપંપ પર ત્રણ દિવસ અગાઉ ઓફિસના ડ્રોઅરમાંથી રોકડ રૂા. ૧,૯૪,૦૦૦ની ચોરી કરી તસ્કર પલાયન થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટાઉન પોલીસે આ બાબતે ગુનો નોંધી તસ્કર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, ઉપરોક્ત ચોરી આચરનાર તસ્કર નડિયાદ મીલ રોડ માહિતી ભવન પાસે આવવાનો છે. જેથી પોલીસે અહીંયા વોચ ગોઠવી પસાર થતા શંકાસ્પદ ઈસમને અટકાવ્યો હતો અને તેણે પોતાનું નામ રોહિત જશુભાઈ તળપદા (રહે. ખાડવાઘરીવાસ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને ઉપરોક્ત ચોરી તેણે જાતે કરી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં પોલીસે આ ઘરફોડ ચોર રોહિત તળપદા પાસેથી ચોરી આચરેલ રકમ પૈકી ૧.૬૫ લાખ રીકવર કરવામાં સફળતા મળી હતી.

ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો