Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
14/08/2022 00:08 AM Send-Mail
ભાઈકાકા યુનિવર્સિટી,કરમસદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપ ૧૩ ઓગસ્ટ શનિવારે સવારે ૯.૩૦ કલાકે તિરંગા યાત્રા યોજવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી ડોક્ટર્સ અને કર્મચારીઓ જોડાયા. તિરંગા યાત્રાની શરૂઆત પહેલાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું કે તિરંગા યાત્રા પૂર્ણ ગર્વથી, ગંભીરતાથી અને સમ્માનપૂર્વક યોજીને સફળ બનાવવી.

ડો. ઉત્પલા ખારોડ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યાએ લીલી ઝંડી આપીને તિરંગા યાત્રાની શરૂઆત કરાવી. શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જિતેશ દેસાઈએ વંદે માતરમના સ્લોગન સાથે યાત્રાને આગળ ધપાવી. તિરંગા યાત્રા યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો. ઉત્કર્ષ શાહના નેતૃત્વ હેઠળ યોજવામાં આવી. અઢી કિલોમીટરના અંતરની આ યાત્રા મેનેજમેન્ટ સેન્ટરથી શરૂ થઈ સ્ટાફ ક્વાર્ટર્સ, કેન્સર સેન્ટર પ્રિવિલેજ સેન્ટર, યુનિવર્સિટી હોસ્ટેલ, નર્સિંગ કોલેજ થઈને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ખાતે સંપન્ન કરવામાં આવી.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેસરીયો સાફો પહેરીને રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં ભાગ લીધો. વંદે માતરમ્, જય જવાન જય કિસાન, ઈન્કલાબ જીંદાબાદ, શહીદો અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી અને હોસ્પિટલના દરેક બિલ્ડીંગમાં ૬૦ જેટલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકે ૭૫ વર્ષની આઝાદીની ઉજવણીના ભાગરૂપ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અતુલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી