Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
મહેમદાવાદમાં દેશના સૌથી લાંબા ૧૫૫૫ ફૂટ તિરંગા સાથે ભવ્ય રેલી
તિરંગા યાત્રામાં રાજકીય નેતા, અધિકારીગણ અને નગરજનો જોડાયા
14/08/2022 00:08 AM Send-Mail
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય ગૌરવ અભિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ૧૫૫૫ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નીકળી હતી. મહેમદાવાદ ખાતે આવેલ ખાત્રજ ચોકડી સર્કિટ હાઉસથી મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલ સુધી યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ,જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહૂલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ,અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.




વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી