Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
રામોદડી ઓવરબ્રીજ ઉપર કાર ડીવાઈડર સાથે ભટકાતા સાસુ-વહુના મોત, પુત્ર-પિતા અને દાદા ગંભીર
પુનાથી પરિવાર ઈકો સ્પોર્ટ કારમાં સોમનાથ મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું ત્યારે સવારના ૧૦.૩૦ કલાકે સર્જાયેલો અકસ્માત: ધડાકાભેર કાર ડીવાઈડર સાથે અથડાતા એન્જીન છુટુ પડી ગયું અને ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા
14/08/2022 00:08 AM Send-Mail
નિશાબેન પુનાની કેનેરા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા
રામોદડી ઓવરબ્રીજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા નિશાબેન મંડલ પુનાની કેનેરા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે મુળ વેસ્ટ બંગાલના પરંતુ હાલમાં પુના ખાતે રહેતા અભિજીત અજીતકુમાર મંડલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નિશાબનને ગમખ્વાર અકસ્માત થયો હોવાનું જાણવા મળતાં જ બેંકનો સ્ટાફ પણ પેટલાદ ખાતે દોડી આવ્યા હતા અને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

કાર ચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયાનું અનુમાન
પેટલાદ રૂરલના પીએસઆઈ એ. એસ. શુકલના જણાવ્યા અનુસાર અકસ્માત થવા પાછળ કારના ચાલકને ઝોકું આવી ગયું હોવાનું મનાઈ રહ્યું છે. ગઈકાલે સાંજના સુમારે મંડલ પરિવાર પુનાથી કારમાં સોમનાથ જવા નીકળ્યું હતુ. એટલે આખી રાત ગાડી ડ્રાઈવિંગ કરીને ૧૦૦૦ જેટલું કીમી અંતર કાપવાને કારણે અભિજીતભાઈને ઝોકુ આવી ગયું હોય કાર ફુલ સ્પીડમાં ડીવાઈડર સાથે ભટકાઈ હોય તેવું બની શકે છે. ડીવાઈડરનો ઘણો બધો ભાગ પણ તુટી જવા પામ્યા હતા.જ્યારે આખી કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી.

સોજીત્રા તાલુકાના ડાલી ગામે પરમદિવસની સાંજના સુમારે કાર-બાઈક અને રીક્ષા વચ્ચે સર્જોયેલા ગમખ્વાર અકસ્માતમાં છના મોત થયાના સમાચારની શ્યાહી હજી તો સુકાઈ નથી ત્યાં તો ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક કાર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં સાસુ-વહુના કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે પિતા-પુત્ર અને દાદાને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં આસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ વેસ્ટ બંગાલના પરંતુ હાલમાં પુના ખાતે રહેતા અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા અભિજીતભાઈ અજીતભાઈ મંડલ (ઉ.વ. ૩૨) ગઈકાલે સાંજના સુમારે ઈકો સ્પોર્ટ કાર નંબર એમએચ-૧૨, પીએચ-૭૮૫૧માં પત્ની નીશાબેન, માતા પુર્વીબેન, પિતા અજીતભાઈ સતીષચન્દ્ર અને પુત્ર વીર (ઉ. વ. ૨)ની સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા.

સવારના સાડા દશેક વાગ્યાના સુમારે કાર ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ડ્રાયવરે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારનું એન્જીન છુટી પડીને રોડ ઉપર પડી જવા પામ્યું હતુ. જ્યારે કારના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. કારમાં સવાર પાંચેયને માથામાં, ચહેરા ઉપર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તેમજ જતા આવતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. અને તુરંત જ પેટલાદ રૂરલ પોલીસ તેમજ ૧૦૮ની એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી અને કારમાં ગંભીર રીતે ઘવાયેલાઓને બહાર કાઢીને તુરંત જ તારાપુરની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન અજીતકુમાર મંડલ (ઉ.વ. ૫૯)ને છાતીમાં તેમજ પેટમાં ગંભીર ઈજાઓ થવા પામી હોય મોત થયું હતુ. ચારેયની હાલ પણ ગંભીર હોય તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન મંડલનું અવસાન થયું હતુ. જ્યારે અભિજીત, વીર અને અજીતકુમારને આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ અભિજીત અને નિશાબેનના સંબંધીઓ તુરંત જ પેટલાદ દોડી આવ્યા હતા. ઘટના સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક અભિજીત વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ