Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
અજરપુરા ફાર્મહાઉસમાં વડોદરાના બિલ્ડર સહિત ૪ વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા
ઉંચી જાતની વિદેશી દારૂની બોટલો બીયરના ટીન મળતા જપ્ત કરાયા
14/08/2022 00:08 AM Send-Mail
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે અજરપુરા ખાતે આવેલા ડી. જે. ફાર્મહાઉસમાં છાપો મારીને વિદેશી દારૂ-બીયરની મહેફિલ માણતા વડોદરાના બીલ્ડર સહિત ચાર શખ્સોને ઝડપી પાડીને કુલ ૬૨૨૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, સામરખાથી અજરપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા ડી. જે. ફાર્મહાઉસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે સાંજના સવાર ચારેક વાગ્યાના સુમારે છાપો મારતાં ફાર્મહાઉસના બીલ્ડીંગની પાછળના ભાગે ઝાડ નીચે ચાર શખ્સો ખુરશીઓ નાંખીને હાથમાં વિદેશી દારૂના ગ્લાસો લઈને પીતા નજરે પડ્યા હતા. પોલીસને જોઈને દારૂ ઢોળી દીધો હતો.

જો કે પોલીસે ચારેયને કોર્ડન કરીને ઝડપી પાડીને તપાસ કરતા ચારેય પીધેલી હાલતમાં તેમજ તેમની પાસેથી રેઈડ લેબલ જોની વોકર, ગ્રે ગુસ વોડકા, જોસ કેરીયો વીસ્કી, કોરોના એકસ્ટ્રા બીયર તેમજ કોલ્સબર્ગ બીયરના ટીનો મળી આવ્યા હતા.પોલીસે પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં વડોદરાના બિલ્ડર જીતેન્દ્રભાઈ બચુભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ ફતેસિંહ પરમાર તેમજ અજરપુરાના જગદીશભાઈ ઉર્ફે મોન્ટુ મહેન્દ્રભાઈ ચૌહાણ અને કમલેશભાઈ ચીમનભાઈ વાઘેલા હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કુલ ૬૨૨૦નો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ કરતા વડોદરાના બીલ્ડર જીતેન્દ્રભાઈ પટેલે આ ફાર્મ હાઉસ પાવર ઓફ એટર્નીથી રાખ્યું હોવાનું ખુલવા પામ્યું હતુ.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ