Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આંકલાવની પરિણીતા ઉપર સંતાન તેમજ દહેજના મુદ્દે ત્રાસ ગુજારાતા ફરિયાદ
14/08/2022 00:08 AM Send-Mail
આંકલાવ ખાતે રહેતી એક પરિણીતા ઉપર તેના પતિ, સાસુ, પિતરાઈ જેઠ, નણંદ તેમજ નણંદોઈ દ્વારા સંતાન તેમજ દહેજના મુદ્દે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી બિંદુબેનના લગ્ન ગત ૪-૨-૧૪ના રોજ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પંડ્યા સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ તેણીને સંતાનપ્રાપ્તી ના થતાં પતિ તેમજ ઘરના સભ્યો દ્વારા તેણીને મેણાંટોણા મારવાનુ ંચાલુ કરી દીધું હતુ.ત્યારબાદ પતિએ ઘરના સભ્યોની ચઢવણીથી દહેજની માંગણી ચાલુ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો.સાસુ કૈલાશબેન, પિતરાઈ જેઠ સમીરભાઈ બીપીનચન્દ્ર પંડ્યા, પ્રતિકભાઈ બિપીનચન્દ્ર પંડ્યા, નણંદ સોનલબેન અને નણંદોઈ પીનાકીનભાઈ દ્વારા પણ તને બાળક થતુ નથી તેમ જણાવીને પિતાના ઘરેથી દહેજ લઈ આવવાની માંગણી ચાલુ કરી દીધી હતી. નણંદ-નણંદોઈ દ્વારા અમારા છોકરાઓને સારી રીતે રાખતી નથી તેવી તેણીના પતિને ફરિયાદ કરતા પતિ દ્વારા મારઝુડ કરવામાં આવતી હતી.

દરમ્યાન બિંદુબેનને ખબર પડી હતી કે, તુષારભાઈએ અગાઉ રણુ ગામના ઉર્વશીબેન સુરેન્દ્રભાઈ જાની સાથે લગ્ન કર્યા હતા અને વીસ જ દિવસની અંદર છુટાછેડા પણ લઈ લીધા હતા.આ વાત તેણીની છુપાવીને તુષારભાઈએ તેણીની સાથે લગ્ન કર્યા હતા અને અસહ્ય ત્રાસ ગુજારાતા આખરે તેણીએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.


જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ