Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
પીપલગ ચોકડીએથી રીક્ષામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ૧૦૪ લીટર દેશી દારૂ ઝડપાયો
14/08/2022 00:08 AM Send-Mail
ખેડા એલસીબી પોલીસે ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ નજીકની પીપલગ ચોકડી ખાતેથી પસાર થતી રીક્ષાને રોકીને તપાસ કરતાં પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનુ મળી આવ્યું હતુ. જેમાં તપાસ કરતા ૧૦૪ લીટર દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. જેની કિંમત ૨૦૮૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા ચાલકનું નામઠામ પુછતાં તે અજય જગદીશ વાઘરી (રહે. મહુધા ફિણાવ ભાગોળ)નો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે દેશી દારૂ ,રીક્ષા એક મોબાઈલ તેમજ રોકડા રૂપિયા ૫૦૦ મળી કુલ રૂા. ૨૮,૫૮૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હાથ ધરેલ પ્રાથમિક તપાસમાં રીક્ષામાં આ દેશી દારૂનો જથ્થો નડિયાદ ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર રહેતા બુટલેગર જશવંત તળપદાએ ભરીએ આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.જેથી બન્ને વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને જશવંત તળપદાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.




ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો