Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
કઠલાલ : કોલેજમાં થયેલા ઝઘડાની રીસમાં યુવાનની હત્યા મામલે ૪ની ધરપકડ
રેલ્વે ફાટક પાસે શૈલેષને માર મારવા સમયે તેનો મિત્ર રાહુલ વચ્ચે પડતાં તેને માથામાં લાકડીનો જોરદાર ફટકો મારી દેતાં સારવાર દરમ્યાન મોત થયું હતું
14/08/2022 00:08 AM Send-Mail
કઠલાલની કોલેજમાં હર ઘર તિરંગા કાર્યક્રમમાં યુવાનો વચ્ચેની માથાકૂટની રીસ રાખીને યુવાન સાથે ઝઘડો કરીને માર મારતાં છોડાવવા વચ્ચે પડેલા યુવાનને માથામાં લાકડી મારીને હત્યા કરી નાંખવાના બનાવમાં સંડોવાયેલા ચારેય શખ્સોને કઠલાલ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

કઠલાલ તાલુકાના ગોગજીપુરા તાબે ગોવિંદજીની મુવાડી ગામે રહેતા ૨૦ વર્ષીય શૈલેષકુમાર લાલસિંહભાઈ ઝાલા કઠલાલમાં આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ૮મી ઓગસ્ટના રોજ આ કોલેજમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમમાં શૈલેષના ગામના જ મિતેશ પ્રવિણસિંહ ઝાલા તથા તેમના સર્કલના અન્ય મિત્રો કાર્યક્રમમાં બેઠેલા હતા અને તેમની પાછળની બાજુએ અન્ય સહઅભ્યાસી નિરવ ચૌહાણ (રહે. વાઘાવત, તા. મહેમદાવાદ) અને સાગર વ્યાસ (રહે. હલધરવાસ) બેઠા હતા. ચાલુ પ્રોગ્રામમાં અવાજો કરવાના મુદ્દે યુવાનો વચ્ચે ચકમક ઝરી હતી.

પ્રોગ્રામ પૂરો થતાં નીરવ ચૌહાણ તથા કિશન (બંને રહે. વાઘાવત)એ શૈલેષ અને તેના મિત્રો સાથે બોલાચાલી કરી હતી. અન્યોએ વચ્ચે પડીને માંડ મામલો શાંત પડ્યો હતો. બાદમાં શેૈલેષ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ કઠલાલ ખાતે રેલવે ફાટક આગળ એકલો ચાલતો જતો હતો ત્યારે આ નીરવ ચૌહાણ તથા કિશન બંને તથા તેની સાથે બીજા બે શખ્સોએ આવી ઉપરોક્ત ઝઘડાની રીસ રાખી શૈલેષ સાથે ગાળાગાળી કરી હતી અને શૈલેષને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતો શૈલેષનો મિત્ર રાહુલભાઈ ગોતાભાઈ પરમાર (રહે. જમણી, તા. કઠલાલ) ઝઘડામાં વચ્ચે પડી છોડાવવા જતા રાહુલને નીરવની સાથે આવેલા એક યુવકે માથામાં લાકડી મારી દીધી હતી અને અન્ય એકે નજીકમાંથી પથ્થર લઈ ફેંટ પકડી મારવા ફરી વળ્યા હતા. ઘવાયેલા શૈલેષ અને રાહુલને સારવાર અર્થ કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી રાહુલને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્યાં મોત થયું હતુ. કઠલાલ પોલીસે શૈલેષ ઝાલાની ફરિયાદના આધારે આઈપીસી હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ગોવિંદ ચૌહાણ, મહેશભાઈ ચૌહાણ, કિશનભાઈ સોઢા અને નિરવભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (રે. તમામ વાઘાવત)ને પકડી પાડી તપાસ હાથ ધરી છે.

ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો