Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ૧૦ સ્થળોએથી શ્રાવણીયો જુગાર રમતાં ૭૦ શખ્સો ૧.૧૭ લાખની રોકડ સાથે ઝડપાયા
લાલપુરા, નગરા, ત્રણોલ, ઓડ,ખાનપુર, બાંધણી, રંગાઈપુરા અને આશીમાં પોલીસે પાડેલા દરોડા
14/08/2022 00:08 AM Send-Mail
આણંદ જિલ્લા પોલીસે ગઈકાલે રાત્રીથી આજે મોડી સાંજ સુધીમાં વિવિધ ૧૦ સ્થળોએ છાપાઓ મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૭૦ જેટલા શખ્સોને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧.૧૭ લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે લાલપુરા ગામના ધર્મશાળાવાળા ફળિયામાં રમાઈ રહેલા જુગાર ઉપર દરોડો પાડીને દશ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૫૪૦૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં તેઓ શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ, પાર્થ નરેન્દ્રભાઈ પટેલ, ચેતનકુમાર કનુભાઈ પટેલ, ભરતભાઈ હસમુખભાઈ પટેલ, રીતેષભાઈ સુરેશભાઈ મકવાણા, વિનુભાઈ જેસંગભાઈ જાદવ, પ્રતિકભાઈ ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ કનુભાઈ પટેલ, અલ્પેશભાઈ ઉમેદભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પુનમભાઈ પટેલનો સમાવેશ થાય છે. ખંભાત રૂરલ પોલીસે નગરા ગામની કાળી તલાવડી રોડ ઉપર આવેલા મંદિર પાસે છાપો મારીને જુગાર રમતાં કાંતિભાઈ મણીલાલભાઈ વણકર, પિન્કેશભાઈ દિનેસભાઈ વેગડા, સુરેશભાઈ કેશવભાઈ સોલંકી, જયંતિભાઈ રમણભાઈ વણકર, ફિરોઝશા મહેબુબશા દિવાન, શાહરૂખ મહેમુદખાન પઠાણ અને અજીતભાઈ શંકરભાઈ નાગરને ઝડપી પાડીને તેમની પાસેથી ૨૪૩૭૦ની રોકડ રકમ જપ્ત કરી હતી.

તારાપુર પોલીસે મીલરામપુરા ધરજીયા ફળિયામાં આવેલી ખુલ્લી જગ્યામાં છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં નવ શખ્સોને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧૫૪૮૦ જપ્ત કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં મહેન્દ્રભાઈ રઘુભાઈ ધરજીયા, રાકેશભાઈ કાળુભાઈ રાઠોડ, મનસુખભાઈ કાળુભાઈ રાઠોડ, વિપુલભાઈ ધુળાભાઈ પરમાર, કિર્તીભાઈ રાજેશભાઈ પરમાર, સતીષભાઈ મણીભાઈ પરમાર, બુધાભાઈ અંગીતભાઈ જાદવ, દિનેશભાઈ ચંદુભાઈ પરમાર અને સતીષભાઈ કરમશીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. ખંભોળજ પોલીસે ત્રણોલના લાલપુરા નિશાળ પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં દરોડો પાડીને પુનમભાઈ શંકરભાઈ વાઘેલા, કનુભાઈ પુનમભાઈ ચાવડા, મહેશભાઈ પુનમભાઈ સોઢા, મફતભાઈ રતિલાલભાઈ ગોહેલ, કલ્પેશભાઈ નટુભાઈ પરમાર અને કીશનભાઈ ચંદુભાઈ ગોહેલને જુગાર રમતાં ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૪૫૦૦ જપ્ત કર્યા હતા. ં ઓડ ગામના મલાવ તળાવના પાળા ઉપર ખંભોળજ પોલીસે છાપો મારીને પ્રવિણભાઈ ઉર્ફે પ્રકાશ વિનુભાઈ પરમાર, અજયભાઈ ગોરધનભાઈ ચૌહાણ, રમેશ ઉર્ફે રામો બચુભાઈ જોષી અને કનુભાઈ લાલજીભાઈ ડાભીને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૧૧૩૦ કબ્જે કર્યા હતા. ખંભોળજ પોલીસે ખાનપુર ગામના ફાંસીયા વડ નજીકથી જુગાર રમતાં સોમજી વણઝારા, બુધાભાઈ રવાભાઈ ચૌહાણ, અજયભાઈ કનુભાઈ ચૌહાણ, ભગુ ઉર્ફે ભગો ભુરાજી વણઝારા અને મહેશભાઈ કનુભાઈ પરમારને ઝડપી પાડીને તેમની પાસેથી ૧૫૩૮૦ રૂા. જપ્ત કર્યા હતા. મહેળાવ પોલીસે બાંધણી ગામના જેડવાપુરા ખાતે આજે સાંજના પાંચેક વાગ્યાના સુમારે દરોડો પાડીને સુરેશભાઈ ભુપતભાઈ સોલંકી, મનોજભાઈ નટુભાઈ સોલંકી, પ્રવિણભાઈ અરવિંદભાઈ સોલંકી અને જયંતિભાઈ મોહનભાઈ ચૌહાણને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૪૦૨૦ જપ્ત કર્યા હતા. એલસીબી પોલીસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે જેડવાપુરા તાબે બાંધણી ખાતે આવેલા મંદિરના ચોકની ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને સોમાભાઈ ઉર્ફે શંભુ બચુભાઈ સોલંકી, જીવાભાઈ ઉર્ફે જીવો બુધાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે સુર્યો કાંતિભાઈ સોલંકી, લાલજી ઉર્ફે લાલો ઉમેદભાઈ સોલંકી, વિઠ્ઠલ ઉર્ફે પોપટ સુરેશભાઈ પરમાર, જગદીશ ઉર્ફે પકો રમણભાઈ સોલંકી, કલ્પેશ ઉર્ફે પ્રકાશ મહેન્દ્રભાઈ સોલંકી, અશ્વીનભાઈ કનુભાઈ સોલંકી, વિષ્ણુભાઈ ઉર્ફે પીન્ટુ બચુભાઈ સોલંકી, ભરતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી અને પ્રવિણભાઈ ઉર્ફે મથુરભાઈ ભાનુભાઈ સોલંકીને પત્તા પાનાનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૨૦૫૭૦ જપ્ત કર્યા હતા. પેટલાદ શહેર પોલીસે આજે સાંજના સુમારે ગણપતિ મંદિર નજીક આવેલી રંગાઈપુરા સીમમાં દરોડો પાડીને સંદિપ ઉર્ફે સોનુ દિનેશભાઈ પટેલ, નિકુલભાઈ પરમાર, દિવ્યાંગભાઈ ડાહ્યાભાઈ પરમાર, ભરતભાઈ આશાભાઈ તળપદા, મહેશભાઈ માધવલાલ પટેલ અને નિક્ષીત ધર્મેશભાઈ વ્યાસને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૪૭૪૦ જપ્ત કર્યા હતા. જ્યારે પેટલાદ રૂરલ પોલીસે આશી ગામના સરદાર આવાસમાં ગઈકાલે રાત્રીના સુમારે છાપો મારીને પત્તાપાનાનો જુગાર રમતાં વિશાલકુમાર જગદીશભાઈ પટેલ, અર્જુનભાઈ ધર્મેશભાઈ ઠાકોર, રાકેશભાઈ દિપકભાઈ ઠાકોર, સંજયભાઈ પરસોત્તમભાઈ બારૈયા, નીલકંઠભાઈ અરવિંદભાઈ પંચાલ, શૈલેષભાઈ છગનભાઈ ચૌહાણ, હિતેશભાઈ કાંતિભાઈ ઠાકોર અને મહેશભાઈ રમણભાઈ ઠાકોરને ઝડપી પાડીને રોકડા ૨૩૪૦ જપ્ત કર્યા હતા.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ