Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આત્મીય વિદ્યાધામ, બાકરોલ દ્ઘારા તિરંગા યાત્રા
સંતો, જિલ્લા કલેકટર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરમસદમાં સરદાર પટેલના ઘરથી બાઇકયાત્રાનું પ્રસ્થાન
15/08/2022 00:08 AM Send-Mail
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આત્મીય વિદ્યાધામ મંદિર, બાકરોલ દ્વારા ગુરુહરિ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણા તેમજ પ્રગટ ગુરુહરિ પૂ. પ્રબોધજીવન સ્વામી મહારાજના આશિર્વાદથી કરમસદ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

આણંદ જિલ્લા કલેકટર મનોજ દિક્ષણી, વિવિધ સંસ્થાઓના સંતો, સાંસદ મિતેશભાઇ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી નિરવભાઇ અમીન, જિલ્લા કોષાધ્યક્ષ યોગેશભાઇ પટેલ સહિત સંગઠનના હોદ્ેદારો, અગ્રણીજનોએ ઝંડી ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. બાઇક રેલી કરમસદથી નીકળીને વિદ્યાનગર, આણંદના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઇ હતી.

આ પ્રસંગે સરદાર પટેલ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને વીર સાવરકરની પ્રતિમાનું પૂજન અને વંદન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ઘર ઉપર તિરંગો ફરકાવવાનો સંકલ્પ લીધો હતો. આણંદ જિલ્લામાં હરિપ્રબોધમ પરિવારજનોમાં પૂ. ગુરુપ્રસાદ સ્વામીએ તિરંગો ફરકાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.