Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
હિમાચલ પ્રદેશમાં એકમાત્ર બે ભાગોમાં વહેંચાયેલ અર્ધનારીશ્વર શિવલિંગ
કાળા-ભૂરા રંગના શિવલિંવના બે ભાગો વચ્ચેના અંતરમાં ગ્રહ-નક્ષત્રનુસાર થાય છે વઘઘટ
15/08/2022 00:08 AM Send-Mail
ભારતને મંદિરોના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વમાં પણ વિવિધ દેશોમાં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જયાં કેટલાક સ્થળો ચમત્કારીક ગણવામાં આવે છે. જેમાં ભગવાન શિવ સાથે જોડાયેલા અનોખા મંદિરો પણ છે. જે પૈકી પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ગણાતા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં અદ્દભૂત અને અનોખું શિવલિંગ આવેલું છે. આ શિવ મંદિર કાઠગઢ વિસ્તારનું વિશેષ મહત્વરૂપ છે. કાઠગઠ મહાદેવ મંદિરની સ્થાપના જયોતિષના નિયમોનુસાર કરવામાં આવી હતી.

કહેવાય છે કે અહીં હાજર બે ભાગોમાં વહેંચાયેલ શિવલિંગ વચ્ચેનું અંતર ગ્રહો અને નક્ષત્રોના આઘારે વધતું-ઘટતું રહે છે. શિવરાત્રિ સમયે શિવલિંગના બન્ને ભાગો ભળી જાય છે. કાળા-ભૂરા રંગનું આદિકાળથી સ્વયંભૂ પ્રગટ શિવલિંગ સાત ફૂટથી વધુ ઉંચુ, છ ફુટ ત્રણ ઇંચની પરિધિમાં ભૂરા રંગના રેતાળ પાષાણના સ્વરુપે છે. જે બ્યાસ અને છૌંછ ખંડના સગમની નજીકના ટેકરા પર બિરાજમાન છે. ઉનાળાની ઋતુમાં શિવલિંગનું સ્વરુપ બે ભાગોમાં વહેંચાઇ જાય છે અને શિયાળામાં પુન: એકરુપ ધારણ કરે છે.

શિવપુરાણમાં વર્ણિત કથાનુસાર બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન વચ્ચે મોટાપણા અંગે યુદ્ઘ થયું હતું. આ યુદ્ઘને શાંત કરાવવા ભગવાન શિવ મહાગિj તુલ્ય સ્તંભના રુપમાં પ્રકટ થયા હતા. આ સ્તંભને કાઠગઠ સ્થિત મહાદેવનું બિરાજમાન શિવલિંગ માનવામાં આવે છે. જેને અર્ધનારીશ્વર શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.