Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
કેરળનું અનોખું ગામ કોડિન્હી, અહીં દરેક ઘરમાં જન્મે છે જોડિયા બાળકો
અહીં લગભગ ૪૦૦ જોડિયા બાળકોનો વસવાટ, દેશમાં પ્રથમવાર ટ્વિન્સ એન્ડ કિન્સ એસો.ની સ્થાપના કરાઇ
15/08/2022 00:08 AM Send-Mail
ભારતના એક રાજયમાં આવેલું એક ગામ જોડિયા બાળકોના ગામ તરીકે ઓળખાય છે. અહીંના દરેક પરિવારમાં જોડિયા બાળકો જન્મ લે છે. અરબ સાગરના તટથી લગભગ ૧૮ કિ.મી.દૂર આવેલ કેરળના મલ્લાપુરમ જિલ્લામાં કોડિન્હી ગામ આવેલું છે.

આ ગામમાં જોડિયા બાળકોનો જન્મ થવાનું ચલણ છે. નન્નાવરા પંચાયતના આ વિસ્તારમાં જોડિયા બાળકો જન્મ લઇ રહ્યા છે. લગભગ બે હજાર લોકોની વસ્તી ધરાવતા ગામનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બન્યું છે. વિવિધ દેશોના શોધકર્તા અહીં આવીને જોડિયા બાળકોના જન્મ અંગેનું રહસ્ય જાણવા પ્રયત્ન કરી રહ્યા છે.

કોડિન્હી અને તેની સાથે જોડાયેલા કોટ્ટેકલ વિસ્તારમાં લગભગ ૪૦૦ જોડિયા બાળકો રહે છે. આ ગામમાં ૬૪ વર્ષના બુઝુર્ગથી લઇને ૬ માસના બાળકો પણ સામેલ છે. ગામમાં જોડિયા બાળકો પેદા થવાનો જન્મદર ભારતમાં જન્મતા જોડિયા બાળકોના દર કરતાં અનેકગણો વધારે છે. ઉલ્લેખનીય છે કે, આ ગામમાં દેશનું પ્રથમ જોડિયા સંઘ બનાવવામાં આવ્યો છે. વર્ષ ર૦૦૮માં લગભગ ૩૦ જોડિયા બાળકોઅને તેમના માતા-પિતાએ સાથે મળીને દેશના પ્રથમ ટ્વિન્સ એન્ડ કિન્સ એસોસીએશનની સ્થાપના કરી છે. આ એસો. જોડિયા બાળકોના અભ્યાસ સહિતની બાબતોએ દેખરેખ રાખે છે. અહીંના રહિશોનુસાર સૌપ્રથમ જોડિયા બાળકોનો જન્મ વર્ષ ૧૯૪૯માં થયો હતો. ત્યારબાદ સમયની સાથે કોડિન્હીમાં જોડિયા બાળકોનો જન્મ થવાની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. આ ગામમાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મવા પાછળનું કારણ શું છે તે હજી સુધી રહસ્ય બની રહયું છે. જો કે ડોકટરોના મતે ખાણીપીણીને આ માટે કારણભૂત માનવામાં આવે છે. પરંતુ ગામના રહિશોની ખાણીપીણી કેરળના અન્ય વિસ્તારો જેવી જ સમાન છે. જેથી ડોકટરોના તર્કને નકારવામાં આવ્યો હતો.