Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે ૫૫૦ કરોડના વચગાળાના પેકેજને મંજૂરી
રાજ્ય સરકારે સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો
15/08/2022 00:08 AM Send-Mail
દરેક સંવર્ગ માટે વાર્ષિક વધારો
સંવર્ગ હાલ નવા વધારો લોકરક્ષક/એ.એસ.આઇ (ફીક્સ પગાર) ૨૫૧૧૦૦ ૩૪૭૨૫૦ ૯૬૧૫૦ પોલીસ કોન્સ્ટેબલ ૩૬૩૬૬૦ ૪૧૬૪૦૦ ૫૨૭૪૦ પોલીસ હેડ કોન્સ્ટેબલ ૪૩૬૬૫૪ ૪૯૫૩૯૪ ૫૮૭૪૦ એ.એસ.આઇ ૫૧૯૩૫૪ ૫૮૪૦૯૪ ૬૪૭૪૦

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ ગ્રેડ પેને લઇને આંદોલન ચાલી રહ્યું હતું. જો કે હવે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રી દ્વારા પોલીસ વિભાગ માટે રૂા. ૫૫૦ કરોડના વચગાળાના પેકેજની મંજૂરી આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આજે ૧૪ ઓગસ્ટે સાંજે ૬ વાગ્યે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, પોલીસ કર્મચારીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને કમિટીની નિમણૂંક કરાયા બાદ મળેલી ભલામણને આધારે રૂા. ૫૫૦ કરોડના ભંડોળની જાહેરાત કરૂ છું. આ ભંડોળ મંજૂર કરતાં અગાઉ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકો પણ યોજાઇ હતી અને જે બાદમાં આ નિર્ણય લેવાયો છે. જોકે આ ભંડોળથી પોલીસના ગ્રેડ પેમાં વધારાની શક્યતા નહીવત જણાઇ રહી છે. પરંતુ પોલીસના મોંઘવારી સહિતના અન્ય ભથ્થામાં વધારો કરવામાં આવશે.

જેવું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તરત જ ટ્વીટર પર પણ લોકો સક્રિય થઇ ગયા હતાં. પેકેજની જાહેરાત અંગે લોકોએ વિવિધ કમેન્ટ કરીને આ પેકેજને લોલીપોપ તરીકે દર્શાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ ગ્રેડ પે મુદ્દે ગત ૨૮ ઓક્ટોબરના રોજ કમિટીની રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક ૩૧મી ઓક્ટોબરે મળીહતી. જે બાદ રાજ્યના વિવિધ શહેરોમાં પણ તબક્કાવાર કમિટીની બેઠકો મળીહતી. જ્યારે ગત સપ્તાહે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગ સાથે કમિટીની અંતિમ બેઠક મળી હતી. જે બાદ આજે મુખ્યમંત્રી દ્વારા પોલીસ વિભાગ માટે રૂા. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી આ અંગે વધુ જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સરકારની જાહેરાત બાદ એલઆરડીનો નવો પગાર વાર્ષિક ૩૪૭૨૫૦ કરાયો છે. કોન્સ્ટેબલનો નવો પગાર રૂા. ૪૧૬૪૦૦ થયો છે. હેડ કોન્સ્ટેબલનો નવો પગાર રૂા. ૪૯૫૦૦૦ કરાયો છે તેમજ એસઆઇનો નવો પગાર રૂા. ૫૮૪૦૦૦ કરાયો છે.