Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદના ખાદી ભંડારમાં ગત વર્ષની સરખામણીએ તિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાનો વધારો
રૂ.રપ૦થી ૯પ૦૦ સુધીની કિંમતના કુલ ૩૭૦ તિરંગા વેચાણની આવક રૂ.૩,૧૧,પ૩૧
15/08/2022 00:08 AM Send-Mail
'હર ઘર તિરંગા' ત્રિદિવસીય અભિયાન અંતગત ઘર,ઓફિસ સહિતના સ્થળોએ પ્રજાજનો ગૌરવભેર તિરંગો ફરકાવી રહ્યા છે. સાથોસાથ આણંદ, ખેડા જિલ્લામાં પણ ગામ,શહેરોમાં તિરંગા યાત્રાઓ યોજાઇ રહી છે. જેમાં જોડાનાર સૌ કોઇ હાથમાં તિરંગો લહેરાવીને દેશાભિમાન વ્યકત કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રેમભર્યા છવાતા માહોલના કારણે તિરંગાના વેચાણમાં વધારો થઇ રહ્યો છે.

આણંદમાં નગરપાલિકા નજીક આવેલ આણંદ તાલુકા સહકારી ખાદી ગ્રામોદ્યોગ મંડળી લિ. દ્વારા પ્રમાણિત ખાદીના વિવિધ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા. રર જુલાઇ,ર૦રરથી ૧૪ ઓગસ્ટ,ર૦રર સુધીમાં કુલ રૂ.૩,૧૧,પ૩૧ના રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે. ગત વર્ષ આ સમયગાળામાં રૂ.૭પ,૦૦૦ના તિરંગાનું વેચાણ થયું હતું. મતલબ કે આ વર્ષ તિરંગાના વેચાણમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

ખાદી ભંડારના પ્રમુખ લાલસિંહ વડોદીયા, મંત્રી પ્રમોદભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને આણંદ શહેર, જિલ્લામાં પ્રચંડ પ્રતિસાદ સાંપડયાનું જોવા મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ તિરંગાનું વેચાણ હાથ ધરાયું હતું. તેની સાથે ખાદી ભંડારમાં પ્રમાણિત ખાદીના રૂ.રપ૦થી ૯પ૦૦ સુધીની કિંમતના તિરંગા વેચાણ માટે મૂકાયા હતા. જેની રાષ્ટ્રપ્રેમીઓએ ઉત્સાહભેર ખરીદી કર્યાનું જોવા મળ્યું છે. આણંદ ખાદી ભંડારના મેનેજર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રમાણિત ખાદીના તિરંગામાં ડબલ કાપડ કોટેડની પણ શ્રેણી ઉપલબ્ધ હતી.આ વર્ષ રૂ. રપ૦માં ૧૮-ર૭ ઇંચ, રૂ.૬૬૦માં ર-૩ ફૂટથી શરૂ કરીને રૂ.૯પ૦, રૂ.૧પ૦૦, રૂ.૧૯પ૦ અને સૌથી વિશાળ ૮ બાય ૧ર ફુટના તિરંગાનું રૂ.૯પ૦૦ની કિંમતે મળીને કુલ ૩૭૦ તિરંગાનું વેચાણ કરાયું હતું.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી