Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
નડિયાદના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ૧૧૧ ચો.ફૂટની વિશાળ થ્રીડી રંગોળીએ આકર્ષણ જમાવ્યું
શાળાના શિક્ષકે બનાવેલ ૭૫ ફૂટ વિશાળ રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રા સ્વરૂપે ગામમાં ફરક્યો
15/08/2022 00:08 AM Send-Mail
૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના વધામણા માટે લોકો આતુર બન્યા છે. હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકોનો અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આઝાદીના ૭૫ વર્ષ પૂરા થતાં દેશમાં રાષ્ટ્ર ભાવના સાથે ઉજવણી કરાશે ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક, બિનશૈક્ષણિક, પંચાયત, સરકારી દફતર સહિત લોકો આ પર્વના વધામણા કરવા સામેલ થઈ રહ્યા છે. નડિયાદના વાલ્લા ગામની પ્રાથમિક શાળામાં ૧૧૧ ચો.ફૂટની વિશાળ થ્રીડી રંગોળીએ આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટે જાતે ૭૫ ફૂટ વિશાળ રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને તિરંગા યાત્રા સ્વરૂપે ગામમાં ફરકાવ્યો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર. પરમાર, સરપંચ અશ્વિન વાળંદ, ઉપસરપંચ અશોક પરમાર, તલાટી પ્રજ્ઞાબેન વૈષ્ણવ, રામજી મંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ, આચાર્ય જયપાલસિંહ ઝાલા, દૂધ મંડળીના વિપુલ પટેલ, ભાવેશ વાળંદ, પંચાયતના સભ્યો તથા એસએમસી સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા