Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
લાયન્સ ક્લબ આણંદ, અમૂલના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ
15/08/2022 00:08 AM Send-Mail
લાયન્સ ક્લબ આણંદ અમૂલના નવનિયુક્ત હોદ્દેદારોનો શપથવિધિ/પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો. વર્ષ ૨૦૨૧-૨૨ના ક્લબ પ્રમુખ મગનભાઈએ સ્વાગત પ્રવચન અને સેક્રેટરી રાજેન્દ્ર પારેખે સેવાકિય પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.

રોહિત પટેલ તથા પૂર્વ પ્રમુખ ભરતસિંહે મહેમાનોનો પરિચય તથા ધર્મશ શર્માએ રાષ્ટ્રધ્વજ વંદનાનું વાંચન કર્યું હતું. ઉપપ્રમુખ વિષ્ણુભાઈ, પરાગ દેસાઈ, ભવાનભાઈ, ચાર્ટર સભ્ય કનુભાઈ શાહ, નેહાબેન, રિટાબેન, સેજલબેન, અલકાબેનની ટીમ અમૂલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અતિથિ વિશેષ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર વિજયભાઈ ઉમટ તથા સેકન્ડ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મનોજ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરી નવા હોદ્દેદારને અભિનંદન પાઠવ્યા હતા. સ્પેશ્યલ ગેસ્ટ પીડીજી ભરતભાઈ શાહે (ખંભાત) ક્લબના સેવાકાર્યોની પ્રશંસા સાથે પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈન્સ્ટોલેશન ઓફિસર, પીડીજી-ઈન્ટરનેશનલ ડાયરેક્ટર એન્ડ એન્ડોર્સી રમેશભાઈ પ્રજાપતિ (વડોદરા)એ વિશિષ્ટ થીમ ‘શ્રી ગણેશજી’ આધારિત નવા હોદ્દેદારો, પ્રમુખ મુકેશભાઈ, સેક્રેટરી રાજેન્દ્રભાઈ, ટ્રેઝરર કાંતિભાઈ, વાઈસ પ્રેસીડેન્ટ મહેશ પટેલ, વાઈસ પ્રેસીડેન્ટ પરાગ દેસાઈ, વાઈસ પ્રેસીડેન્ટ વિષ્ણુભાઈ શર્મા તથા બોર્ડ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. સહયોગી સંસ્થાઓ તથા ક્લબના સભ્યોનું સહયોગ બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે આર.સી. દેવન વ્યાસ, ઝેડ.સી. કિરણ મિસ્ત્રી, લાયન્સ ક્લબ યુવા, આણંદ, ખંભાત, અમૂલ, ગલ્ફ ઓફ કેમ્બે, પેટલાદ, બોરસદ, કરમસદ, ગોધરા, નડિયાદ, વિ.યુ.નગર, વિદ્યાનગર, ડાકોર, વિવિધ ક્લબોના સભ્યો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી