Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
પોલિસીધારકને કલેઇમની મળવાપાત્ર રકમ ચૂકવવા વીમા કંપનીને નડિયાદ ગ્રાહક કોર્ટનો હુકમ
સારવાર ખર્ચના ૧.૪૮ લાખના દાવામાંથી વીમા કંપનીએ ર૩૦૪૬ની કપાત કરી હતી
15/08/2022 00:08 AM Send-Mail
નડિયાદના વીમાધારકે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ખર્ચનો દાવો મેળવવા વીમા કંપનીમાં જરુરી દસ્તાવેજ મોકલી આપ્યા હતા. પરંતુ વીમાકંપનીએ કુલ ચૂકવણીના બદલે કેટલીક રકમ કપાત કરી હતી. જે મેળવવા વીમાધારકે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ,નડિયાદમાં ફરિયાદ કરી હતી. જેમાં બંને પક્ષો તરફથી રજૂ કરાયેલ જવાબો સહિતની બાબતોને ધ્યાને લઇને ગ્રાહક કોર્ટે કપાત કરેલ રકમ ફરિયાદીને ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

નડિયાદમાં રહેતા સુરેશભાઇ પરમાર ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લી.ની નડિયાદ શાખામાંથી છેલ્લા સાત વર્ષથી ફેમીલીના કવરેજ સાથેનો વીમો ઉતરાવતા હતા. પોલિસી ચાલુ હોવા દરમ્યાન તેમના માતા મીનાબેનને શારીરિક તકલીફ થતા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જયાં જુદા જુદા મેડીકલ ટેસ્ટ અને સારવાર ખર્ચના મળીને કુલ ૧,૪૮,૦ર૯નો ખર્ચ મેળવવા જરુરી દસ્તાવેજ સાથે વીમાકંપનીમાં કલેઇમ કર્યો હતો. જેમાં વીમા કંપનીએ રૂ.૧,ર૪,૯૮૩ મંજૂર કર્યા હતા અને ર૩૦૪૬ કપાત કરી હતી. પરંતુ તે અંગે સુરેશભાઇને કોઇ જાણ કરી નહતી કે કપાતનું કારણ દર્શાવ્યું ન હતું. આથી કપાત રકમ મેળવવા સુરેશભાઇએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટમાં બન્ને પક્ષકારો તરફથી દલીલો, પુરાવા રજૂ કરાયા હતા. જે તમામ ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, વીમાકંપનીએ ફરિયાદીના કલેઇમની મળવાપાત્ર રકમ ચૂકવી આપેલ નથી. આથી ફરિયાદની ફરિયાદ અંશત: મંજૂર થવાને પાત્ર છે. જેથી પોલિસીની શરત મુજબ એડમીશેબલ કલેઇમની ૧૦ ટકા રકમ બાદ કરી બાકીની રકમ ચૂકવવાપાત્ર છે. આ કેસમાં કોર્ટે ફરિયાદીને રૂ. ૯૧પ૯ અરજી તારીખથી ૩૦ દિવસમાં ચૂકવવા તથા ફરિયાદ ખર્ચ-માનસિક ત્રાસના રૂ.૧પ૦૦ પણ ચૂકવવા વીમા કંપનીને હુકમ કયો હતો.

હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા