Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બોરસદ, આણંદ અને તારાપુરમાં અત્યાર સુધીમાં સરેરાશ ૯૩ ટકાથી વધુ વરસાદ
સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં પ૩.૧ર ટકા સરેરાશ વરસાદ
15/08/2022 00:08 AM Send-Mail
આણંદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કયાંક ભારે તો કયાંક હળવા ઝાપટાં સાથે વરસાદ વરસી રહ્યો છે. હજીયે વિવિધ સ્થળોએ વાદળછાયો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેઘરાજાએ વિરામ રાખ્યો હોવાથી જિલ્લાભરમાં ઉઘાડ જોવા મળ્યો હતો. આ વર્ષ ચોમાસુ શરુ થયા બાદ આજે ૧૪ ઓગસ્ટ સુધીમાં જિલ્લામાં તબકકાવાર સારો વરસાદ વરસ્યો છે. તેમાંયે ખેતીપાકોને જરુરી વરસાદી પાણી પૂરતું અને સમયસર ઉપલબ્ધ થયું હોવાથી સારું ખેત ઉત્પાદન થશેનો આશાવાદ ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું હોવાથી ભૂગર્ભ જળમાં પણ વધારો થશેનું માનવામાં આવી રહ્યું છે. ડિઝાસ્ટર વિભાગના આંકડાનુસાર અત્યાર સુધીમાં નોંધાયેલ સરેરાશ વરસાદમાં સૌથી વધુ બોરસદ તાલુકામાં ૯પ.૮પ ટકા, આણંદ ૯૪.૭૪, આંકલાવ ૬૬.૩૦, તારાપુર ૯૩.૪૧, ખંભાત ૭ર.૭૩, સોજીત્રા ૮૧.૦૪, પેટલાદ ૮૪.૦પ અને ઉમરેઠમાં સૌથી ઓછો ૫૩.૧૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.




વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી