Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદ રૂરલના હેડ કોન્સ્ટેબલે બદલી થતાં આપઘાતનો કરેલો પ્રયાસ
કામગીરી બાબતે પીએસઆઈ સાથે ઉગ્ર બોલાચાલી થતાં બદલી કરાઈ હોવાની ચર્ચા
15/08/2022 00:08 AM Send-Mail
આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે હેડક્વાર્ટર ખાતે થયેલી બદલીના વિરોધમાં વાસદ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ સ્થાનિકોએ તેને પકડીને બચાવી લીધો હતો. જો કે આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ હાડા અને પ્રવિણસિંહની હેડક્વાર્ટર ખાતે બદલી થવા પામી હતી.

બદલીના વિરોધમાં ગજેન્દ્રસિંહે આપઘાત કરવાની ચીમકી આપી હતી અને વાસદના મહિસાગર બ્રીજ પરથી નદીમા ઝંપલાવી દેવાનો મેસેજ વાયરલ કરતાં જ પોલીસ સહિત પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ સક્રિય થઈ ગયા હતા અને વાસદના મહિસાગર બ્રીજ પરથી ગજેન્દ્રસિંહને રાઉન્ડ અપ કરી લઈને સમજાવીને પરત લાવવામાં આવ્યો હતો. બદલી પાછળ પીએસઆઈ દ્વારા તેમની પાસે જ વોરંટ સહિતની કામગીરી બજાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે અંગે પીએસઆઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પીએસઆઈએ ડીઓ કરતા ગજેન્દ્રસિંહની બદલી કરવામાં આવી હતી. જો કે ડીએસપીએ બદલીની કાર્યવાહીને રૂટીન પ્રક્રિયા ગણાવી હતી.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ