Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો
રાષ્ટ્રીય અંધજન મંડળ, જિલ્લા શાખા, વિદ્યાનગર
17/08/2022 00:08 AM Send-Mail
રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ જિલ્લા શાખા, વી.વી.નગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ડી.જે.હાઇસ્કૂલ, વી.વી.નગરના પટાંગણમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજારોહણ અને રાષ્ટ્રવંદનના મુખ્ય મહેમાન પદેથી સામાજિક કાર્યકર સુમીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અતિથી વિશેષપદે ધવલભાઈ પટેલ (ધવલ ગ્રુપ સાકર બા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ) ઉપસ્થિત રહ્યા હતાં. હીઠ કરમસદના અંકિતભાઈ, નિરજભાઈ, અર્પિતભાઈ તરફથી બાળકોને સ્માર્ટ સ્ટિક આપવામાં આવી હતી. વિજયભાઈ પટેલ વતી બાળકો માટે કુર્તા, પાયજામા અને બુટ રાજુભાઈ તેમજ જનાર્દનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતાં.

સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા રાષ્ટ્રગીત તેમજ દેશ ભક્તિ ગીતોનું ગાન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ મેઘનાબેન જોશી દ્વારા તથા સ્વાગત અને આભાર વિધી સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે કરી હતી. સંસ્થાનો પરિચય જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી રાધાબેન પટેલ, રંજનબેન વાઘેલા સહિત સંસ્થાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.