Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો
આણંદ કૃષિ યુનિવર્સિટી
17/08/2022 00:08 AM Send-Mail
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કુલપતિ ડો.કે.બી.કથીરીયાના વરદ હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવી ડો. કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં દેશભરમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત થઈ રહી છે તેની સવિસ્તાર માહિતી આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીની બં.અ.કૃષિ મહાવિદ્યાલયના પણ ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોઈ અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સૌને અભિનંદન પાઠવેલ. આઈ.સી.એ.આર., ન્યુ દિલ્હી એક્રીડિટેશન બોર્ડ દ્વારા એક્રડીટેશન મળતા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. ભારત સરકારની નવી શિક્ષણ નિતિ (એન.ઈ.પી.-૨૦૨૦) અંતર્ગત નવા અભ્યાસક્રમો શરૂ કરવાના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટીએ ંઅકકઈર, ગાંધીનગર ખાતે કકદફ દેહરાદૂન સાથે ઝગ્ળ કરીને દેશમાં સૌ પ્રથમ ઝ.ફે. (અર્ચૈ. અખ્ૂ્રન્ઞૈેજ્) નો શરૂ કરેલ અભ્યાસક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના પરેડ કમાન્ડન્ટ તરીકે કેપ્ટન પી.એ.ગોહેલ, ઉદઘોષક તરીકે ડો. જે.આઈ. નાણાવટી અને ધ્વજરક્ષક તરીકે ડો. એ.સી.વૈદ્ય દ્વારા ફરજ બજાવવામાં આવી હતી. ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા પછી કુલપતિ તેમજ અન્ય યુનિવર્સિટી અધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. એમ.ડી.પટેલ તથા કનૈયાલાલ મુનશીની પ્રતિમાઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.