Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો
ડી.ઝેડ. પટેલ હાઇસ્કૂલ અને એલ.એલ.વી.પી. પ્રાઈમરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદ
17/08/2022 00:08 AM Send-Mail
શ્રી ચરોતર મોટી સત્તાવી પાટીદાર કેળવણી મંડળ, ચાંગા સંચાલિત ડી.ઝેડ.પટેલ હાઈસ્કૂલ અને એલ.એલ.વી.પી. પ્રાઈમરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, આણંદમાં આઝાદીના અમૃતોત્સવ તરીકે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાળાના આચાર્યા તેજલબેન જાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ચ.મો.સ.પા.કે. મંડળના ઉપપ્રમુખ કિરણભાઇ આઈ.પટેલ (કમ્ફી) ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના વરદ હસ્તે ધ્વજારોહણ-ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી ડો. એમ.સી.પટેલ, આણંદ કેમ્પસના કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ સી.પટેલ, કો-ઓર્ડિનેટર ઠાકોરભાઈ બી.પટેલ, કેળવણી મંડળના કારોબારી સભ્ય જનકભાઈ પી.પટેલ, માતૃ સંસ્થાના ટ્રસ્ટી રમણભાઈ વી.પટેલ, સહમંત્રી ભારતીબેન પી.પટેલ તથા આણંદ કેમ્પસના સભ્ય બિંદુબેન ડી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, ૧૫ ઓગસ્ટનેે લગતુ દેશભક્તિ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.