Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા ૭૫મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
17/08/2022 00:08 AM Send-Mail
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૧૫ ઓગસ્ટે પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના પ્રાંગણમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામા આવી.

આ પ્રસંગે મખ્ય અતિથિ તરીકે યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અતુલભાઈ પટેલે હાજર રહી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન અને અનુષ્ઠાન પરેડને સલામી આપવામાં આવી હતી. તેઓ દ્વારા ચરોતરમાં પ્રાંતના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભાઈકાકા, ભીખાભાઈ, ડો. વર્ગીસ કુરિયન અને ડો. એચ.એમ.પટેલ જેવા મહાનુભાવોને યાદ કર્યા હતાં.

આ ઉજવણીમાં ચારૂતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજિસ્ટ્રાર હરિશભાઈ દેસાઈ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અમિતભાઈ પટેલ, શ્રી કૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઈ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડયા, કે.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડો. હરિહરા પ્રકાશ, ઈન્સ્ટટ્યિૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ શૈલેષ પંચાલ, કેમ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એલાઈડ હેલ્થ સાયન્સિસના પ્રિન્સિપાલ ડો. મેનકા શાહ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતાં. ડો. ખારોડે પ્રાસંગિક સંબોધનમાં આજના દિવસે શ્રી અરવિન્દ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની યાદ અપાવી હતી અને માનવજાતિના વિકાસ માટે ભારતે કરવાના યોગદાનની વાત કરી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓએ દેશભક્તિના થીમ આધારિત ડાન્સ, ગાયીકી અને વ્યાખ્યાન રજૂ કર્યા હતાં.