Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
વડતાલ ધામમાં આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે ધ્વજવંદન કરાયું
17/08/2022 00:08 AM Send-Mail
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સવોચ્ય તીર્થધામ વડતાલ મંદિર ખાતે ૧૫મી ઓગસ્ટે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, શા. નૌતમપ્રકાશદાસજી સ્વામી (સત્સંગ મહાસભા પ્રમુખ, અખિલ ભારતી સંત સમિતી ગુજરાત અધ્યક્ષ) તથા વિધાન સભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મંદિરના પટાગણમાં ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.

આ પ્રસંગે વડોદરા હરિનગર મંદિરના બાળકો દ્વારા શૌર્ય ગીત રજુ કરવામાં આવ્યું હતું. નડિયાદ-પીજના યુવકો દ્વારા દેશભક્તિનું નાટક રજુ કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વમિનારયણ મંદિરને તિરંગા પતાકાથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં તિરંગા પતાકા ધ્વજ લહેરાવામાં આવ્યા હતાં. મંદિરની અટારીએથી ને દેવના ડેરાની પ્રદિક્ષણાએ પણ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા તિરંગા પતાકા લહેરાવામાં આવ્યા હતાં. વડતાલ મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મંદિરના પટાંગણમાં વિદ્યાર્થીઓ તથા હરિભક્તો દેશની આન-બાન અને શાન એવા તિરંગાને સલામી આપી હતી.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં સૌ પ્રજાજનો તથા હરિભક્તો અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે વર્ષની ઉજવણીના પાયામાં સપુતોનું બલીદાન છે. જેના લીધે અમૃત કુંભ આપણે મળ્યો છે. આ અમૃત કુંભની જાળવણી કરવી એ આપણી પરમ પવિત્ર ફરજ છે. જેમાં શહીદ ભગતસિંહ, મંગલ પાંડેના બલીદાનને યાદ કર્યુ હતું. ૭૫ વર્ષથી રાષ્ટ્રની સુરક્ષા કરે છે. તે જવાનો તથા સમગ્ર ભારત દેશની પ્રજા માટે અન્નનું ઉત્પાદન કરે છે. તેવા કિસાનોના સામુહિક પ્રયત્નોથી રાષ્ટ્રનું નિમાર્ણ થયું છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિભા અનોખી બને તેવી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુ.કો.ડો. સંતવલ્લભ સ્વામી નૌતમપ્રકાશ સ્વામી, શા.વિશ્વવલ્લભ સ્વામી(પીજ)એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યુ હતું.