Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બ્રેક ફેલ થતાં બનેલી દુર્ઘટનામાં ઘાયલ ૩૨ પૈકી ૮ ગંભીર
કાશ્મીરના પહલગામમાં આઇટીબીપીની બસ નદીમાં ખાબકતા ૭ જવાનોના મોત
ગાડીમાં સવાર ૩૯ જવાનો અમરનાથ યાત્રાથી ડ્યુટી કરીને પરત આવી રહ્યા હતાં ત્યારે સર્જાયેલ અકસ્માત
17/08/2022 00:08 AM Send-Mail
કાશ્મીરના પહલગામમાં ૩૯ જવાનોને લઇને જતી બસ નદીમાં ખાબકી હતી. જેમાં ૭ જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતાં. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડયુટીમાં તૈનાત હતાં. બસમાં ૩૯ જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતાં અને બાકીના ૨ જમ્મુ-કાશ્મીર પોલીસના હતાં. આ દુર્ઘટનામાં ૩૨ જવાન ઘાયલ થયા છે જેમાંથી ૮ની હાલત ગંભીર છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ચંદનવાડી પહલગામથી ૧૬ કિ.મી. દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પુરી થઇ છે. આ યાત્રામાં તૈનાત સેનાના જવાન તેમની ટુકડીએમાં પરત આવતા હતાં. એ સમયે જ બ્રેક ફેલ થવાને કારણે બસ ખાઇમાં પડી હતી.

પહલગામ એસપીઓ ફરદ ટાકે જણાવ્યું હતું કે, ૩થી ૪ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતાં. અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે. અનંતનાગ ડેપ્યુ કમિશનરે જણાવ્યું હતું કે ઘાયલ જવાનોની સારવાર સરકારી મેડિકલ કોલેજ અનંતનાગમાં થઇ રહી છે. સ્પોટ તરફથી ૧૯ એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી. હાલ અમારૂ ફોકસ ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન કરવાનું છે. જે જવાનોને સામાન્ય ઇજા થઇ છે તેમને સારવાર માટે પહગામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુ:ખ થયું. આ ઘટનામાં આપણે આપણાં બહાદુર આઇટીપીબી જવાનોને ગુમાવી દીધા છે. મૃતકોના પરિવારોને મારી સાંત્વના છે. ઘાયલો ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના. ઘાયલ જવાનો ઝડપથી સાજા થઇ જાય તેની દરેક સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ