Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
કર્ણાટક : સાવરકરના પોસ્ટરો ફાડતા બે જૂથો વચ્ચે અથડામણ : કલમ ૧૪૪ લાગુ
વિવાદને રોકવા માટે પોલીસનો લાઠીચાર્જ, શિવમોગામાં ૪ આરોપીઓની ધરપકડ
17/08/2022 00:08 AM Send-Mail
કર્ણાટકમાં પોસ્ટરનો વિવાદ સતત વધી રહયો છે. મંગળવારે અહીંના તુમાકુરુ શહેરમાં વીર સાવરકરના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે શિવમોગા શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. હિન્દુ સંગઠનના લોકોએ અમીર અહેમદ સર્કલમાં વીર સાવરકરનું પોસ્ટર લગાવ્યું હતું. આ પછી ટીપુ સુલતાનની સેનાએ વિરોધ કર્યો અને પોતાનો ઝંડો લઇને પહોંચી.

તેઓએ ટીપુ સુલતાનના પોસ્ટરો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. બાદમાં સાવરકરની તસવીર પણ હટાવી દેવામાં આવી હતી. વિસ્તારમાં તણાવને જોતા સમગ્ર શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. શિવમોગાના ડીએમએ મંગળવારે શહેર અને ભદ્રાવતી શહેરની સીમામાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

એડીજીપી આલોક કુમારે મંગળવારે કહયું કે અહીં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શિવમોગામાં તૈનાતી માટે અન્ય જિલ્લાઓમાંથી ૧૦૦૦થી વધુ પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા છે. શિવમોગામાં ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી નદીમ, અબ્દુલ રહેમાન અને ઝબીબુલ્લાહની ઓળખ થઇ છે. નદીમ ૨૦૧૬ની ગણેશ ચતુર્થી સાંપ્રદાયિક હિંસા કેસમાં આરોપી છે. મળતી માહિતી મુજબ, અહીંના ગાંધી બજાર વિસ્તારમાં પણ એક વ્યકિતને ચાકુ મારવામાં આવ્યું છે, પરંતુ પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં છરાબાજી થઇ છે કે અન્ય કોઇ મુદ્દે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલ વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર છે. ભાજપ અને અન્ય હિન્દુ સંગઠનોએ આ મામલે વિરોધ કર્યો હતો. તેઓએ માંગ કરી હતી કે તેમને સાવરકરના પોસ્ટરો લગાવવાની છૂટ આપવામાં આવે અને સાવરકરનું અપમાન કરવા બદલ અન્ય જૂથ સામે પગલાં લેવા જોઇએ.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ