Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
પેટલાદમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-ગૌરવભેર ઉજવણી
દેશ-ગુજરાતની વિકાસયાત્રા જોઇને સમગ્ર વિશ્વ પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઇ રહ્યું છે : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
17/08/2022 00:08 AM Send-Mail
ભાદરણના ૧૦૩ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલની શુભેચ્છા મુલાકાત
પેટલાદમાં તિરંગો લહેરાવ્યા બાદ બોરસદ તાલુકાના ભાદરણ ગામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર ૧૦૩ વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલની શુભેચ્છા મુલાકાત લઇને મહેસુલ મંત્રીએ શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. શાંતાબેને ૧૯૩૬ના આઝાદી ચળવળના સંભારણાઓની યાદ તાજી કરી હતી.તેઓએ ૧૯૪રમાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લઇને ધરપકડ વહોરીને યરવડા જેલમાં રહ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં હરિપુરાના અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝની ગાડી ઉપર ભારતીય તિંરગો ન હોવાથી શાંતાબેન અને તેમના સાથીઓએ ગાડી અટકાવી હતી અને ગાડી ઉપર તિરંગો લહેરાવ્યા બાદ જવા દીધી હતી. અધિવેશનમાં મોડા પહોંચ્યાનું કારણ પૂછતા સુભાષચંદ્એ વાત વર્ણવતા ગાંધીજીએ પણ તિરંગાનું સન્માન જાળવવા બદલ શાંતાબેનના કાર્યની પ્રશંસા કરતા આવી વિરાંગનાઓથી દેશ ઉજળો હોવાનું જણાવ્યું હતું. ભાદરણનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન રહ્યાનું જણાવતા મહેસુલ મંત્રીએ કહયું હતું કે, અહીં ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝે આ ધરતી પર પગ મૂકયો છે.

૩૭૦ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ૩૭૦ યુવાનોની રેલી
પેટલાદમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં તેનું અભિવાદનના ભાગરુપે પેટલાદ સર્કિટ હાઉસ ખાતેથી ૩૭૦ યુવાનો સાથે ૩૭૦ મીટર રાષ્ટ્રધ્વજ સાથેની રેલીનું આયોજન કરાયું હતું. રેલીને મહેસુલ મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી તથા ૩૭૦ બલૂનો ઉડાડીને અભિવાદન કરાયું હતું.

પેટલાદમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની સાથે સાથે...
- કલેકટર મનોજ દિક્ષણી સહિત જિલ્લાના વિશિષ્ટ વ્યકિતઓનું મહેસુલ મંત્રીના હસ્તે સન્માન -૧પમા નાણાંપંચ અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોને ૧૧૦ લાખની સાધન-સહાય એનાયત -આણંદ જનરલ હોસ્પિટલમાં ૭.૬પ લાખના ખર્ચ ઇ-કેન્સર ડિવાઇસનું લોકાર્પણ

પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાજયના મહેસુલ અને જિલ્લા પ્રભારીમંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ તિરંગો લહેરાવીને સલામી અર્પી હતી. તેઓએ ખુલ્લી જીપમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે તેઓએ છેલ્લા બે દાયકામાં ગુજરાતની સતત ઉભરતી છબી, વિકાસયાત્રા, વિવિધ વિભાગોમાં લેવાયેલ પ્રજાલક્ષી નિર્ણયો તેમજ પ્રવાસન ધામો-વિકાસ કામોનો ચિતાર રજૂ કર્યો હતો.

વધુમાં તેઓએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા. તેઓના યોગદાનને ગૌરવપૂર્વક યાદ કરવા જોઇએ તેમ જણાવીને આઝાદીના અમૃતકાળને યશસ્વી બનાવવાની સૌથી અપીલ કરી હતી. વધુમાંં તેઓએ તાજેતરમાં માતરમાં ખોટા દસ્તાવેજોથી ખેડૂતો બનનાર સામે કાર્યવાહી અને દારૂ પીનાર છટકી જાય નહીં, દારૂ પીને અકસ્માત કરનારા પણ કાયદાના હાથમાંથી છટકી શકવાના નથી તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીના હસ્તે પેટલાદ પાલિકાના વિકાસ કામો માટે રૂ.રપ લાખનો ચેક પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ અને ચીફ ઓફિસરને અર્પણ કરાયો હતો. સાથોસાથ જિલ્લાના વિવિધ વિભાગોમાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ,કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા હતા. જયારે સ્વામીત્વ યોજના હેઠળના લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર બાળકોને મંત્રીના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. મહેસુલ મંત્રી સાથે પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, સાંસદ મિતેષભાઇ પટેલ, કલેકટર મનોજ દિક્ષણી સહિત મહાનુભાવોના હસ્તે નગરપાલિકાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં આકાર પામી રહેલા ૭પ પૈકી ર૬ અમૃત સરોવરોનું મહેસુલ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિ.પં.મંત્રી હંસાબેન પરમાર, ધારાસભ્ય નિરંજનભાઇ પટેલ, ડીડીઓ મિલિન્દ બાપના, ડીએસપી અજીત રાજીયન, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, મહામંત્રી મયુરભાઇ સુથાર, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મહેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી સી.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિત અને સંજયભાઇ પટેલ, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, પેટલાદ રણછોડજી મંદિરના સંત પૂ.વાસુદેવજી મહારાજ,જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, ઉચ્ચાધિકારીઓ, પેટલાદની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી