Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ગુજરાતનો પ્રથમ સિકસલેન સ્ટેટ હાઇવે
વાસદથી બગોદરાનું ૧૦૧ કિ.મી.નું અંતર ૧ કલાકમાં પાર, કાર માટે ટોલ ફ્રી
સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતને જોડતા મુખ્ય માર્ગ વાસદ-બગોદરા હાઇવેને ૧૦૦પ કરોડના ખર્ચ બે તબક્કામાં કરાયો સિકસલેન
17/08/2022 00:08 AM Send-Mail
વડોદરાથી વાસદનો રૂ.૧૪૦ ટોલમાં ઘટાડો કરવા માંગ
વડોદરાથી સૌરાષ્ટ્ર જવાના હાઇવે પરથી મુસાફરી કરવા ઇચ્છતા કારચાલકોને વડોદરાથી વાસદ સુધીનો રૂ.૧૪૦નો ટોલ ટેકસ ચૂકવવો પડી રહ્યો છે. આ તોતિંગ ટેકસમાં ઘટાડો કરવા કારચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. જેઓના મતે વાસદ પ્લાઝા પછી સૌરાષ્ટ્ર તરફ જવાનો હાઇવે શરુ થાય છે. આથી વડોદરાથી ર૩ કિ.મી. અંતરે આવેલા વાસદ પ્લાઝા સુધીનો આકરો ટેકસ ચૂકવવો પડી રહ્યો છે. ઉપરાંત મોટા વાહનોને સ્ટેટ હાઇવે પર પણ ટેકસ ચૂકવવો પડી રહયો છે. આથી આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવું કારચાલકો, મોટા વાહનોના ચાલકો જણાવી રહ્યા છે.

બોચાસણ, ગલિયાણા ટોલ પ્લાઝાએ મુકિત પણ વાસદમાં કારચાલકોએ ચૂકવવો પડશે રૂ.૧૪૦ ટોલ ટેકસ
સુરતથી સૌરાષ્ટ્ર જતા વાહનચાલકોને સુરતથી બગોદરા વચ્ચે કુલ ૬ ટોલ પ્લાઝામાંથી પસાર થવું પડે છે. જેમાં વાસદથી બગોદરા વચ્ચે આવતા બોચાસણ અને ગલિયાણા ટોલ પ્લાઝા ઉપર સ્ટેટ હાઇવે હોવાથી કારચાલકોને ટોલટેકસમાંથી મુકિત અપાઇ છે. પરંતુ વાસદ ટોલ પ્લાઝા નેશનલ હાઇવે પર સ્થિત છે. જેથી અહીં કારચાલકોએ રૂ. ૧૪૦ ટોલ ચૂકવવો પડશે.

બોચાસણ અને ગલિયાણા ટોલ પ્લાઝાએ કાર,જીપ અને વાનને ટોલ મુકિત
બોચાસણ અને ગલિયાણા ટોલ પ્લાઝાએથી પસાર થતા કાર, જીપ અને વાનને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે. જયારે અન્ય વાહનોમાં ટોલ વસૂલાય છે. જેમાં મીની ટેમ્પો,બસ (બોચાસણમાં રૂ.૧૦૦ અને ગલિયાણામાં રૂ.૧૧૫), બસ-ટ્રક (રૂ.ર૦૦ અને રૂ.ર૩પ), ૩ એકસેલ કોર્મશિયલ વાહન (રૂ.રર૦ અને રૂ.રપપ), ભારે વાહનો (રૂ.૩૩પ અને રૂ.૩૯૦) તથા ઓવરસાઇઝ વ્હીકલોને બોચાસણમાં રૂ. ૪૦પ અને ગલિયાણા ટોલ પ્લાઝાએ રૂ.૪૭૦ ટોલ ચૂકવવો પડે છે.

રાજય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા મુખ્ય માર્ગ એવા વાસદ-બગોદરા હાઇવેને બે તબકકામાં ૧૦૦પ કરોડના ખર્ચ સિકસલેન કર્યો છે. સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે આર્થિકની સાથોસાથ સાંસ્કૃતિક સંબંધો પણ જોડાયેલા છે. આથી આ બંને પ્રદેશો વચ્ચેનું અંતર ઘટાડવા વાસદ-બગોદરા વચ્ચે ૧૦૧ કિ.મી.ના ૬ લેન હાઇવેનું નિર્માણ કરાયું છે. અગાઉ આ અંતર કાપવામાં અંદાજે અઢી કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે એક કલાકમાં અંતર કપાઇ જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે બનાવેલો વાસદ-બગોદરા પ્રથમ સીકસલેન હાઇવે છે. આ હાઇવે પરથી પસાર થતા ટ્રક સહિત મોટા વાહનો પાસેથી ટોલ ટેકસ લેવાય છે પરંતુ લાઇટ મોટર વ્હીકલ સુધીની શ્રેણીના વાહનોને ટોલમાંથી મુકિત અપાઇ છે. જો કે સુરતથી બગોદરા વચ્ચે નેશનલ હાઇવે ૪૮નો ઉપયોગ કરતાં વાસદ થઇને બગોદરા સુધીનું કુલ ર૮૬ કિ.મી.નું અંતર છે. જેમાં આવતા કુલ ૬ પૈકી ૪ ટોલ પ્લાઝાએ ટેકસ ચૂકવવો પડે છે. જયારે ભારે વાહનોને તમામ ટોલ પ્લાઝાએ ટેકસ વસૂલવામાં આવે છે. આ અંતર કાપવામાં પ કલાકનો સમય લાગે છે.


વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી