Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લામાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની માતર ખાતે ઉજવણી
સ્વાતંત્ર્ય સેનાની, રમતવીરો અને શિક્ષકોનું જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે સન્માન કરાયું
17/08/2022 00:08 AM Send-Mail
૭૬માં સ્વાતંર્ત્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે માતર ખાતે એન.સી પારેખ હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ત્રિરંગો લહેરાવી સલામી ઝીલી હતી. ભારત માતાને હદયપૂર્વક વંદન કરી મંત્રીએ જિલ્લાના નાગરિકોને આઝાદી દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતુ કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ લાખો નામી -અનામી મહાન સ્વાતંર્ત્યવીરોના બલીદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે.

આઝાદી પર્વ નિમિત્તે મંત્રીએ છેલ્લા બે દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસયાત્રા યાદ કરી હતી. કૃષિ અને ઉદ્યોગ આ બે ક્ષેત્રોના સમતોલ વિકાસની પરીભાષા ગુજરાતે દેશ અને દુનિયાને બતાવી છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર છેલ્લા બે દાયકાથી ડબલ ડિઝીટની આસપાસ જ રહે છે. આ પ્રસંગે મંત્રી દ્વારા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ખેડા જિલ્લાનો વિકાસ વેગવંતો બને તે માટે ૨૫ લાખનો ચેક અપાયો હતો. ઉપરાંત ગુજરાત સરકારના સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સ્વતંત્રતા સેનાની સ્વ. વાઘજીભાઈના પુત્ર જીતુભાઇને સન્માન આપવામાં આવ્યું હતું. આ વર્ષે સારી કામગિરી કરવા બદલ ગીરીશભાઈ, મણીભાઈ, કિંજલબેન પારસ દવે જેવા શિક્ષકોને મંત્રી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રમતવીરોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા અને પરેડમાં ઉપસ્થિત ૭ પ્લાટુન તેમજ ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા