Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
અમૂલ પાઉચ દૂધના ભાવમાં પ્રતિલિટર રૂા. ૨ નો વધારો
17/08/2022 00:08 AM Send-Mail
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક મોર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન) દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામા આવે છે. તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગળા અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં લીટર રૂા. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂા. ૩૧, જયારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂા. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂા. ૨૮ પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા. ૨ નો વધારો થયેલ છે. જે મહતમ વેચાણ કિંમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૪ ટકા નો વધારો સૂચિત કરે છે. જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦ ટકા જેટલો વધારો થયેલ છે. ઈનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ ૮-૯ ટકા જેટલો વધારો કર્યો છે.

વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી