Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
વિરોલ ખાતે સોજીત્રા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી
અમૃત સરોવર યોજના હેઠળ કુલ ૨.૦૫ લાખનું દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું
17/08/2022 00:08 AM Send-Mail
સોજીત્રા તાલુકા વિરોલ સ્થિત વિધાવિહાર હાઈ. પટાંગણમાં તાલુકા કક્ષાના ૭૬મા સ્વાતંત્રયપર્વની ઉજવણી કરાઈ હતી. આરંભે અમૃત સરોવર યોજના અંતર્ગત સરદારની પ્રતિમા અને સોલાર પેનલનું લોકાપર્ણ કરાયું હતું. ધ્વજારોહણ મામલતદાર ચાર્મી રાવલે કરી પ્રાસંગિક ઉદ્બોધનમાં રાષ્ટ્રપ્રેમની મહત્તા જનગણ સમક્ષ રજુ કરી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિગીતો રજુ કર્યા હતાં. અમૃત સરોવર યોજના હેઠળ દાતા વલ્કન ઈન્ઢડસ્ટ્રીઝ પ્રા.લી. કંપની તરફથી ૧,૮૦,૦૦૦ અને આશાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેન દિલીપભાઈ પટેલ તરફથી ૨૫,૦૦૦ નું આર્થિક યોગદાન બદલ મામલતદારે પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. તાલુકા વિકાસ અધિકારી કમલેશ નંદાએ જિલ્લા તંત્ર દ્વારા મળેલ પાંચ લાખની રકમનો પુરસ્કારનો ચેક સરપંચ રમેશભાઈ રાઠોડને અર્પણ કર્યો હતો. તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો અને વિરોલ ગામની શાળાઓમાં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ઘિ બદલ એક થી ત્રણ નંબરે વિજેતાઓનું સન્માન કરાયું હતું. અંતમાં મતદારોએ લેવાની પ્રતિજ્ઞા લેવડાવી વૃક્ષારોપણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, પી.એસ.આઈ., એ.પી.પરમાર તા.પં. સભ્ય ભરતભાઈ બારૈયા, મહામંત્રી બળદેવભાઈ પરમાર, મોગર એજ્યુકેશન ટ્રસ્ટ મંત્રી હિતેન્દ્રસિંહ મહિડા, ગીતાબેન જાદવ, સી.ડી.પી.ઓ., હેમેન્દ્રસિંહ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી એમ.બી.પાંડોર, બી.આર.સી. કમલેશ પટેલ વિવિધ સંગઠનો અને સંસ્થાઓના હોદ્દેદારો, ગ્રામજનો, કચેરી પરિવારે ઉપસ્થિત રહ્યા હતાં. સભા સંચાલન સી.આર.સી. પીપળાવ શૈલેષ પરમારે અને આભારદર્શન હાઈ. આચાર્ય દિપકભાઈ કા.પટેલે કર્યુ હતું.


વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો

ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ

બોરસદ પાલિકાના જેસીબીનો ખાનગી ખેતરમાં સફાઇ માટે ઉપયોગ સામે કાઉન્સિલરોનો હોબાળો

ગ્રા.પં. ઓપરેટરોની હડતાળ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે એકપણ ખેડૂતનું રજીસ્ટ્રેશન નહીં!

ઉમરેઠ તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા આવેદનપત્ર

ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આણંદ રેલવે સ્ટેશને મુસાફરોને રાહત દરે શુદ્વ પાણી પૂરું પાડતા વોટર પોઇન્ટ ૩ વર્ષથી બંધ હાલતમાં

આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી