Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ખંભાતના સોખડા ખાતેની કંપનીમાં ક્લોરિન ગેસ ગળતરથી કલમસરના યુવાનનું મોત
વળતરની માંગ સંતોષાતા મામલો થાળે પડ્યો
17/08/2022 00:08 AM Send-Mail
કેમિકલ માફિયાઓ સામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ મૌન
તાજેતરમાં કલમસર ખાતેની એક કંપની દ્વારા ચેકડેમમાં ભારે કેમિકલ છોડી દેવાતા હાહાકાર મચી જવા પામી હતી.ખેતી પર નભતા ખેડૂતો ચેકડેમમાંથી ખેતી માટે પાણી લેવા માટે પણ મૂંઝવણમાં મુકાયા છે.જળચર પ્રાણીઓ, દરિયાઈ જીવો સહિત સજીવ સૃષ્ટિને કેમિકલ માફિયાઓ ભારે નુકશાનકારક સાબિત થયા છે.તેમ છતાય કાયદાને ઘોળીને પી જનાર કેમિકલ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ મૌન ધારણ કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી પ્રસરેલી જોવા મળી રહી છે.

અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો છે : પીઆઈ
ખંભાત રૃરલના પીઆઈ કે. કે. દેસાઈના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરાઈ છે. કંપનીમાં કામ કરતા મહિપતસિંહ સિંઘાને ક્લોરિન ગેસની અસર થઈ જતાં તેને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતુ. જો કે સમગ્ર મામલે એડી દાખલ કરીને મૃતદેહનું પીએમ કરાવ્યું છે. પીેમ નોટ એકાદ-બે દિવસમાં આવી ગયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલી કરણ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રાત્રિ દરમિયાન ફરજ નિભાવતા એક યુવાનનું ક્લોરિન ગેસ ગળતરને કારણે મોત નીપજ્યું હતું.જે સંદર્ભે અનેક પ્રકારની તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કરવા ગ્રામજનોના ટોળેટોળા ઉમટયા હતા.જો કે મોડે મોડે કંપનીના માલિકો અને મૃતકના પરિવારજનો વચ્ચે બેઠક યોજાઇ હતી.જેમાં ગ્રામના અગ્રણીઓ વચ્ચે મૃતકના બાળકો અને પત્નીને ધ્યાનમાં રાખી વળતર આપવાનો નિર્ણય લેવામાં આવતાં મામલો થાળે પડયો હતો.

પ્રાપ્ત માહિતીનુસાર, ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલી કરણ ઇન્ટરમીડિયેટ પ્રા.લિમિટેડ નામની કંપનીમાં કલમસરના પાધરીયા વિસ્તારમાં રહેતા મહિપતસિંહ તખતસિંહ સિંધા (ઉ.વ.૩૪) રાત્રિ દરમિયાન ફરજ બજાવતા હતા.ત્યારે ક્લોરિન ગેસ ગળતરને કારણે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.અને કંપનીમાં એમ્બ્યુલન્સ ન હોવાને કારણે સાથી મિત્રો તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતા ત્યારે કંપનીના ગેટ પાસે વહેલી સવારના ૬ ઃ ૧૦ કલાકની આસપાસ યુવાને શ્વાસ છોડી દઇ મોતને ભેટયો હતો.ત્યારબાદ કાર્ડિયાક કેર હોસ્પિટલમાં યુવાનને ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ કાર્ડિયાક હોસ્પિટલમાં આવી પહોંચી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારબાદ જનરલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું.જો કે ગામના સરપંચ સહિત ગ્રામજનોના ટોળેટોળા કરણ ઇન્ટરમીડિયેટ કંપનીમાં પહોંચ્યા હતા.અને તંત્ર અને કેમિકલ માફિયાઓ સામે લાલ આંખ કરી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.જો કે, મોડે-મોડે તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદસિંહ સિંધા, કલમસર ગામના સરપંચ દિલીપભાઈ સિંધા, માજી સરપંચ, મૃતકના કાકા-ભાઈ તેમજ પરિવારના સભ્યોની ઉપસ્થિતમાં સર્વસંમતિથી મૃતકના પરિવારને વળતર પેટે રકમ આપી ઉકેલ લાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, મૃતક મહિતપસિંહે દમ છોડતા તેમના ૬ વર્ષીય પુત્ર મોહિત, ૩ વર્ષીય ક્રિશ્નાએ એક પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ