Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ખેડા પાસેના કાજીપુર ગામેથી ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરવાનું કૌભાંડ ઝડપાયું
-૮૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે ૬ શખ્સોની ધરપકડ : મુખ્ય સુત્રધાર ફરાર -ડ્રાયવર-ક્લીયરને લાલચ આપી ટ્રકો ગોડાઉને લાવી મજુરો મારફતે કેટલાક સળિયા ઉતારીને ચોરી કરી વેચી નાખતા હતા
17/08/2022 00:08 AM Send-Mail
ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ખેડા નજીક આવેલાકાજીપુરા ખાતેના ગોડાઉન પર છાપો મારીને ટ્રકોમાં લઈ જવાતા લોખંડના સળિયાની ચોરીનું રેકેટ ઝડપી પાડયું હતુ. પોલીસે કુલ ૮૭.૩૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને છ શખ્સોની ધરપકડ કરી હતી. જો કે ચોરી કરાવનાર ગોડાઉનનો માલિક સ્થળ પરથી મળી ના આવતાં તેને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ખેડા નજીકના કાજીપુર ગામે જગ્યા ભાડે રાખી માલિકની જાણ બહાર સળિયા વેચવામાં આવી રહ્યા છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચી તપાસ આદરી હતી. આ દરમિયાન ત્યાંથી બે ટ્રકો મળી આવી હતી. જેમાં લાખોની મત્તાના વિવિધ એમએમના લોખંડના સળિયા મળી આવ્યા હતા. કેટલાક સળિયાઓ જમીન પર ઉતારેલા હતા. પોલીસે સ્થળ પરથી ઓમપ્રકાશ મદારામ તેજારામ જાટ, અચલારામ માલારામ નવલારામ જાટ, જગરામ નારાયણરામ દોલારામ જાટ, શ્યામસિંગ શ્રાવણસિંગ રાવત, નંદકિશોરસિંહ જ્યોતસિંહ રાવત અને સોહનસિંગ હેમસિંગ રાવતને ઝડપી પાડયા હતા. અને તમામની પુછપરછ કરતા તેઓ માલિકની જાણ બહાર આ સળિયા ઉતારી રહ્યા હોવાની કબુલાત કરી હતી.

મુળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ગૌતમભાઈ રાજપુરોહિતે આ જગ્યા ભાડેથી રાખી હોવાનુ ખુલ્યું છે અને તેમના કહેવા અનુસાર આ ટ્રકમાથી સળિયા ઉતારી રહ્યા હતા. પોલીસે આ બાબતે બન્ને ટ્રકોનુ વજન કરાવતા અને બિલમાં જોતા વજન ઓછું હોવાનું જણાતાં સમગ્ર કૌભાંડનો પડદાફાશ થયો છે. આ ઘટનામાં ગૌતમભાઈ રાજપુરોહિત ટ્રકના ડ્રાઈવર ક્લિનરને રૃપિયાની લાલચ આપીને તેમની ટ્રકોમાંથી મજુરો મારફથે સળિયા ઉતારીને ચોરી કરી લેવામાં આવતા હતતા. બાદમા આ સળિયાને બજારમાં વેચી દેતો હોવાનુ ખુલવા પામ્યું છે. પોલીસે માલિક ગૌતમભાઈ રાજપુરોહિતને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસે બે ટ્રક તથા લોખંડના સળિયા અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૃપિયા ૮૭,૩૪,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ઘરી છે.

ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો