Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
નવાખલમાં જમીન બાબતે કાકા-કાકી અને પિતરાઈ ભાઈને પાઈપથી માર મારતાં ફરિયાદ
17/08/2022 00:08 AM Send-Mail
આંકલાવ તાલુકાના નવાખલ ગામે જમીનની અદાવતમાં ભત્રીજાએ કાકા-કાકી અને ભત્રીજાને લોખંડની પાઈપથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે આંકલાવ પોલીસે zગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર નવાખલ ગામના કીંખલોડ-ઉમેટા રોડ ઉપર રહેતા રમણભાઈ લાખાભાઈ ઠાકોરના ચાર ભાઈઓને સરખા ભાગે જમીનની વહેંચણી કરી દેવામાં આવી હતી. આ જમીનમાંથી સરકારી રસ્તો પડતો હોય તેનું વળતર પણ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યું હતુ. તેમ છતાં પણ જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના સુમારે રમણભાઈના પુત્ર મહેશભાઈ સાથે પિતરાઈ ભાઈ સંજયભાઈ ભાનુભાઈ ઠાકોરે જમીન બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને પોતાની પાસેની લોખંડની પાઈપ કાન ઉપર મારી દીધી હતી. રમણભાઈ અને તેમની પત્ની વચ્ચે પડતા તેમને પણ પાઈપથી માર મારીને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ઘરના અન્ય સભ્યો આવી જતાં સંજય ત્યાંથી જાનથી મારી નાંખાની ધમકી આપીને જતો રહ્યો હતો.


જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ