Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
પણસોરા પાસે અકસ્માતની રીસ રાખીને કારની કરાયેલી તોડફોડ
17/08/2022 00:08 AM Send-Mail
વડોદરા ખાતે રહેતા અને ભંગારનો વેપાર કરીને જીવન ગુજરાન ચલાવતા સત્યનારાયણભાઈ મદનલાલ લઢા ગત ૧૫મી તારીખના રોજ પોતાની કાર લઈને અરડથઈ પણસોરા તરફ આવી રહ્યા હતા ત્યારે એકાએક એક બાઈક ચાલક આવી પહોંચતા શોર્ટ બ્રેક મારી હતી તેમ છતાં પણ કાર બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જોતજોતામાં લોકોના ટોળા એકત્ર થઈ જતાં સત્યનારાયણભાઈએ પોતાની કારને નજીકમાં આવેલા પેટ્રોલપંપ પાસે પાર્ક કરી દીધી હતી અને ત્યાંથી નીકળી ગયા હતા. દરમ્યાન અરડી ગામે રહેતો જયદીપભાઈ પ્રભાતભાઈ ચાવડા બાઈક લઈને આવી પહોંચ્યો હતો અને તેણે પોતાની બાસેની બેઝસ્ટીકથી કારના કાચ તોડી નાંખ્યા હતા તેમજ બોનેટને પણ નુકશાન પહોંચાડ્યું હતુ. આજે કાર લેવા માટે ગયેલા સત્યનારાયણભાઈએ પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા ઉક્ત ઘટના ઉજાગર થવાપામી હતી. જેથી તેમણે ભાલેજ પોલીસ મથકે આવીને જયદિપભાઈ ચાવડા વિરૂદ્ઘ ફરિયાદ આપી હતી.


જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ