Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ૧૫ સ્થળોએ જુગાર રમતાં ૮૫ શખ્સો ૧.૬૦ લાખની રોકડ સાથે ઝડપાયા
બોરીયાવી, રાહતલાવ, બોરસદ, કલમસર, ખંભોળજ, બાકરોલ, ખડોલ (ઉ), આણંદ, જિલોડ, અંબાવ, મુંજકુવા, મોટા કલોદરા, ફતેપુરા, રોહિણી અને પ્રતાપુરામાં પોલીસના દરોડા
17/08/2022 00:08 AM Send-Mail
સાતમ-આઠમને આડે હવે માત્ર બે જ દિવસનો બાકી રહ્યો છે ત્યારે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ફુલીફાલી છે. પોલીસે કુલ ૧૫ જેટલા સ્થળોએ છાપાઓ મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૮૫ જેટલા શખ્સોને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧.૬૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ હસ્તગર કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

બોરીયાવી આણંદ રૂરલ પોલીસે ગઈકાલે બપોરના સુમારે ઉમીયા કોલ્ડ સ્ટોરેજ પાછળ આવેલી ઈન્દિરા કોલોનીમાં રમાઈ રહેલા તીન પત્તીના જુગાર ઉપર દરોડો પાડીને મેરામણ મેરનભાઈ ભાટુ, ભીખાભાઈ કાનાભાઈ ભાટુ, નારણભાઈ સામંતભાઈ ભાટુ, અરજણભાઈ સામંતભાઈ ભાટુ, હમીરભાઈ કાન્હાભાઈ ભાટુ અને ગોગન અરસીભાઈ રમુરને ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૧૬૨૩૦ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. રાહતલાવ આણંદ તાલુકાના રાહતલાવ ગામે આવેલા ભુપતપુરા બસસ્ટેશન પાછળ ભાલેજ પોલીેસે છાપો મારીને જુગા રમતા વિશાલભાઈ કાંતિભાઈ પરમાર, મનિષભાઈ ઉર્ફે મનીયો દિલીપભાઈ પરમાર, વિજયભાઈ મનુભાઈ પરમાર, વિરેન્દ્રભાઈ ઉર્ફે ગટીયો રતિલાલભાઈ પરમાર, તુષારભાઈ ફતેસિંહભાઈ પરમાર અને રવિ મહેન્દ્રભાઈ પરમારને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૨૯૬૦ જપ્ત કર્યા હતા. બોરસદ બોરસદ શહેર પોલીસે વાસદ રોડ ઉપર આવેલી વૃદાંવન સોસાયટીમાં ગઈકાલે સાંજના સુમારે દરોડો પાડીને પત્તા પાનાનો જુગાર રમતાં તેજસભાઈ કેસરીસિંહ પઢિયાર, જીગjેશભાઈ બાબુભાઈ પઢિયાર, દેવલભાઈ પ્રવિણભાઈ પઢિયાર અને નરેન્દ્રભાઈ ચીમનભાઈ પઢિયારને ઝડપી પાડીને રોકડા ૭૭૯૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

કલમસર ખંભાત રૂરલ પોલીસે કલમસર ગામના પંડોળીપુરા વિસ્તારમાં દરોડો પાડીને જીગjેશભાઈ વજેસંગભાઈ પરમરા, શૈલેષભાઈ લ-મણભાઈ પઢિયાર, સંજયભાઈ સુખદેવભાઈ ચૌહાણ અને અશોકભાઈ અજીતભાઈ જાદવને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૯૧૦ જપ્ત કર્યા હતા. ખંભોળજ ખંભોળજની નવીનગરીમાં પોલીસે દરોડો પાડીને ૧૩ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. તેમના નામઠામ પુછતાં વિરેન્દ્રભાઈ ઉર્ફે વીકો ભગવાનભાઈ, મહેન્દ્રસિંગ ઉર્ફે ભયલુ અનુપભાઈ રાજ, રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ બળવંતસિંહ રાજ, અલ્પેશભાઈ ઉર્ફે ગુલો નગીનભાઈ ઠાકોર, કંચનભાઈ લ-મણભાઈ વસાવા, ગુલાબસિંહ અમરસિંહ રાજ, હર્ષદભાઈ અનોપસિંહ રાજ, સુનિલભાઈ મહેશભાઈ તળપદા, સુરેશભાઈ છત્રસિંહ પરમાર, શક્તિ પ્રવિણભાઈ પરમાર, રાજેન્દ્ર ઉર્ફે રાહુ છત્રસિંહ પરમાર અને શૈલેષ બળવંતસિંહ ડયાને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૨૧૫૫૦ જપ્ત કર્યા હતા. બાકરોલ વિદ્યાનગર પોલીસે બાકરોલની ધોળાકુવા ચોકડી પાસે છાપો મારીને જુગાર રમતાં વિશાલ રમેશભાઈ ઠાકોર, હિતેશભાઈ પ્રવિણભાઈ માછી, અશોકભાઈ નવીનભાઈ ઠાકોર, ધવલભાઈ ગોપાલભાઈ માછી અને વિજયભાઈ રમેશભાઈ માછીને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૫૩૫૦ જપ્ત કર્યા હતા. ખડોલ (ઉ) આંકલાવ પોલીસે ખડોલ (ઉમેટા)ગામે આવેલી ઈન્દિરા કોલોનીની ખુલ્લી જગ્યામાં ગઈકાલે મોડીરાત્રીના સુમારે છાપો મારતા સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતાં મયુરકુમાર શનાભાઈ નીજામા, મનુભાઈ રાવજીભાઈ પઢિયાર, કિશનભાઈ રામાભાઈ પઢિયાર, પંકજભાઈ સુરેશભાઈ પરમાર, પ્રકાશકુમાર બાબુભાઈ પઢિયાર, ધવલભાઈ અર્જુનભાઈ પરમાર, મહેશભાઈ હરમાનભાઈ પઢિયાર, કાર્તિકકુમાર અેર્જુનભાઈ પરમાર અને મેહુલકુમાર જુગાભાઈ પઢિયાર જુગાર રમતાં ઝડપાઈ જવા પામ્યા હતા. જેમની પાસેથી રોકડા ૨૦૧૨૦ મળી આવતાં તે જપ્ત કરવામાં આવ્યા હતા. આણંદ આણંદ શહેર પોલીસે આજે સાંજના પાંચેક વાગ્યાના સુમારે નવા બસસ્ટેશન પાસે આવેલા સંસ્કાર પાર્ક પાસે છાપો મારીને જુગાર રમતા ખંઝન સુરેશભાઈ ઠક્કર, મેહુલ કનુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ હરિભાઈ પ્રજાપતિ, જયદેવભાઈ બાબુભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ અને નીતીનભાઈ બાબુભાઈ પ્રજાપતિને ઝડપી પાડીને રોકડા ૧૪૬૮૦ જપ્ત કર્યા હતા. જીલોડ આંકલાવ પોલીસે આજે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે જીલોડ ગામના સરકારી ટ્યુબવેલ પાસે દરોડો પાડીને પત્તા પાનાનો જુગાર રમતાં ઘનશ્યામભાઈ મગનભાઈ સોલંકી, સંજયભાઈ અમરસિંહ વાઘેલા, દિલીપભાઈ શનાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ મંગળભાઈ પટેલ અને સુરેશભાઈ મનુભાઈ વાઘેલાને ઝડપી પાડીને રોકડા ૬૫૮૦ જપ્ત કર્યા હતા. અંબાવ આંકલાવ પોલીસે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે અંબાવ ગામના બેવડપુરા ખાતે દરોડો પાડીને અરવિંદભાઈ મનહરભાઈ વાળંદ, મહેશભાઈ પુંજાભાઈ સોલંકી, અરવિંદભાઈ સોમાભાઈ હરિજન, શૈલેષભાઈ ભઈલાલભાઈ ઠાકોર અને સાવનભાઈ અરવિંદભાઈ પટેલને તીન પત્તીનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૨૨૦૦ જપ્ત કર્યા હતા. મુંજકુવા આંકલાવ તાલુકાના મુંજકુવા ગામના રવિપુરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ઘનશ્યામભાઈ પુનમભાઈ પઢિયાર, દિપકભાઈ મનુભાઈ પઢિયાર, દેવાભાઈ ભીખાભાઈ પઢિયાર અને કનુભાઈ મગનભાઈ પઢિયારને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૭૬૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. ફતેપુરા ફતપુરાના રામપુરા વિસ્તારમાં આજે બપોરના સુમારે પોલીસે દરોડો પાડીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં મહેશભાઈ મંગળભાઈ પરમાર, કનુભાઈ રાવજીભાઈ ઠાકોર, કલ્પેશભાઈ સુરેશભાઈ પટેલ અને દિલિપભાઈ પુનમભાઈ પરમારને ઝડપી પાડીને રોકડા ૧૫૫૦ જપ્ત કર્યા હતા. રોહિણી ખંભાત રૂરલ પોલીસે રોહિણી ગામના બસસ્ટેશન પાસેથી જુગાર રમતાં દિલિપભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ, દિપકભાઈ ઉર્ફે જગો રામસંગભાઈ ચૌહાણ, ધીરૂભાઈ અમરસંગભાઈ ચૌહાણ, પુનમભાઈ ઉર્ફે ચકો વજાભાઈ ડાભી અને બહાદુરભાઈ લાલજીભાઈ મકવાણાને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૧૫૨૬૦ જપ્ત કર્યા હતા. પ્રતાપપુરા ખંભોળજ પોલીસે પ્રતાપપુરાના રાજનગર વિસ્તારમાં છાપો મારીને ગીરવતસિહ જેણાભાઈ ચૌહાણ, દિલિપ ઉર્ફે રાજદીપ લ-મણસિંહ ચૌહાણ, નરેન્દ્રભાઈ રમેસભાઈ પરમાર અને કનુભાઈ પ્રભાતભાઈ ચૌહાણને ઝડપી પાડીને તેમની અંગજડતી તેમજ દાવ પરથી રોકડા ૨૩૬૩૦ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. મોટા કલોદરા તારાપુર પોલીસે મોટા કલોદરા ગામે રહેતા ગોપાલભાઈ કા. પટેલના ઘર પાસેની ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને જયંતિભાઈ જીવાભાઈ કા. પટેલ, વિજયભાઈ જેસંગભાઈ મકવાણા, ભલાભાઈ મેરૂભાઈ સાંકળિયા, જગદીશભાઈ મફતભાઈ સાંકળિયા અને વિજયસિંહ મદારસંગ પઢેરિયાને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૯૪૭૦ જપ્ત કર્યા હતા.

જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી

પેટલાદમાં બે દિવસ પૂર્વના ઝઘડાની અદાવતમાં ચાર લોકોએ એક યુવકને માર માર્યો

પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા

આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી

પેરોલ જમ્પ કરીને ફરાર બાજીપુરાનો શખ્સ ઝડપાયો

તારાપુરમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની મત્તા ચોરી છુ

સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ