Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
સોખડાની પરિણીતાએ પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી શાકભાજીમાં છાંટવાની દવા પી લેતાં ગંભીર
પરપુરૂષ સાથે પત્નીને વાત કરતાં જોઈ ગયેલા પતિએ ચોટલો પકડીને ઢસડીને ઘરે લઈ જઈ માર માર્યો હતો
17/08/2022 00:08 AM Send-Mail
માતર તાલુકાના સોખડા ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી શાકભાજીમા છાંટવાની દવાના બે-ત્રણ ઘૂંટા પી લેતા તેણીને તુરંત જ સારવાર મોટે હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે માતર પોલીસે ગુન દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી માહિતી મુજબ માતર તાલુકાના સોખડા ગામે રહેતા નરેન્દ્રભાઈ હરમાનભાઈ પરમારના લગ્ન આજથી લગભગ દસેક વર્ષ અગાઉ ધોળકા તાલુકાના કલીકુંડ ગામે રહેતી તેજલ નામની યુવતી સાથે થયા હતા. લગ્નના સુખી સંસારથી આ દંપતિને સંતાનમા એક દિકરો અને દિકરી છે. જે પૈકી દિકરી ૬ વર્ષની અને દિકરો ૩ વર્ષનો છે. ગત ૧૩મી ઓગષ્ટના રોજ સાંજના સુમારે નરેન્દ્રભાઈની પત્ની પોતાના મોટા બાપા મંગળભાઈ ગાડાભાઈ પરમારના ઘરે દૂધનો વારો ચાલુ હોય જે દૂધ આપી પરત આવતા હતા. ત્યારે ગામના પરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ છગનભાઈ પરમાર રોડ ઉપર શાકભાજી ભરવા પીકઅપ ડાલુ લઈ ઉભા હતા. જેઓની સાથે નરેન્દ્રભાઈની પત્ની વાતચીત કરતી હતી. આ દરમિયાન નરેન્દ્રભાઈ ખેડાથી પરત આવતા બંનેને જોઈ ગયા હતા અને પત્ની પર ખોટો વહેમ રાખી ભરતભાઈ સાથે પણ બોલાચાલી કરી હતી. ઉપરાંત પોતાની પત્નીને ત્યાંથી માથાના વાળ પકડી ઢસડી ઘરે લઈ જઈ મારઝુડ કરી હતી. પરણીતાના સાસુ-સસરાએ વચ્ચે પડી તેણીને પતિના વધુ મારથી છોડાવી હતી.

આ અગાઉ પણ શંકાશીલ પતિએ પોતાની પત્ની પર ખોટો વહેમ રાખી મારઝૂડ કરતો હતો. પરંતુ પરણીતા લગ્નજીવન સારી રીતે ચાલે તેથી આ તમામ ત્રાસ સહન કરી લેતી હતી. જોકે ઉપરોક્ત ઘટના સમયે નરેન્દ્રભાઈએ પોતાની પત્નીને જાહેરમાં ગાળો બોલી વાળ પકડી મારઝુડ કરતા પત્નીને મનમા ખુબજ લાગી આવ્યું હતું. આથી શાકભાજીમાં છાંટવાની દવાના બે-ત્રણ ઘૂંટા પી લીધા હતા. જેથી પીડિતાને ચક્કર તથા ઉબકા આવતા તેણીના કાકા-સસરા સહિત પરિવારજનો રીક્ષામાં બેસાડીને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં છેલ્લા બે દિવસથી તેજલ બોલી શકતી નહોતી પરંતુ આજ રોજ સંપૂર્ણ ભાનમાં હોવાથી સમગ્ર મામલે પોતાના પતિ નરેન્દ્રભાઈ પરમાર સામે માતર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં પતિને માસિક ૭૫૦ ઘરભાડુ પત્નીને ચૂકવવા મહુધા કોર્ટનો હુકમ

ખેડાના બીડજમાં નજીવી બાબતે ડાભી અને સોલંકી પરિવાર વચ્ચે મારામારી

નડિયાદમાં વેપારીની નજર ચૂકવી ગઠિયો ૭૦ હજારનો આઈફોન મોબાઈલ તફડાવી ફરાર

નડિયાદના વેપારીને ઈલેક્ટ્રિકલ મોટર ચાર્જિંગ સ્ટેશનની ડીલરશીપ લેવા જતા રૂા. ૨૯.૮૮ લાખનો ચુનો લાગ્યો

યુવક દ્વારા ત્રણ શખ્સોએ માર મારીને ગામ છોડી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

કઠલાલ: મુંડેલ ગામેથી રૂા. ૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

સલુણવાટા સીમમાં ફાર્મ હાઉસમાંથી રૂ.૧.૯૫ લાખની મત્તાની ચોરી

મહેમદાવાદ: રીક્ષામાં ચોરીના માલસામાન સાથે ત્રિપુટી પકડાઈ: ૧૭ ગુનાનો ભેદ ઉકેલાયો