Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો : વલેટવામાં મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ
18/08/2022 00:08 AM Send-Mail
નડિયાદ વિધાનસભાના વલેટવા ખાતે વિધાનસભા મુખ્ય દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. મુખ્ય દંડક દ્વારા વૃક્ષારોપણ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈકારોબારી ,ચેરમેન રશ્મિભાઈ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ,તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ, તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ, સરપંચ રાવજીભાઈ, ડે.સરપંચ રમેશભાઈ, ડિરેક્ટર પ્રફુલભાઈ, ગ્રામ્ય મામલતદાર જેમીનીબેન, અગ્રણીઓ પ્રહલાદભાઈ, સુધીરભાઈ, વિદ્યાર્થીઓગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.