Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચરોતરના નભમાં ગૌરવભેર ફરક્યો તિરંગો : ચારૂતર વિદ્યામંડળ
18/08/2022 00:08 AM Send-Mail
સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણી નિમીતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ કાર્યાલય પાસે સ્વતંત્રતા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ એન્જિ. ભીખુભાઈ બી.પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદો તથા આઝાદી ના લડવૈયાઓને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિ. ભીખુભાઈ બી.પટેલે તથા માનદમંત્રી ડો. એસ.જી.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ અને સર્વને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. વી.પી. એન્ડ આર.પી.ટી.પી. સાયન્સ કોલેજના એન.સી.સી. ના વિદ્યાર્થી દ્વારા શીસ્તબધ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળનાં મંત્રી ડો. એસ.જી.પટેલ, સહમંત્રીઓ મેહુલ પટેલ, વિશાલ એચ.પટેલ ચારૂતર વિદ્યામંડળના કાઉન્સિલર સભ્યો તથા સીવીએમ યુનિવર્સિટીના પદાધિકારીઓ, ચારૂતર વિદ્યામંડળ સંચાલિત શાળાઓ/કોલેજો/ સંસ્થાઓ તથા સીવીએમ યુનિવર્સિટી ઘટક (ઈગ્ખ્જ્ઞૈઞ્ર્ણ્ખ્ઞ્) કોલેજોના આચાર્ય વડાઓ તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન વી.પી.એન્ડ આર.પી.ટી.પી. સાયન્સ કોલેજના જે.કે. ચૌહાણ તથા એમ.એમ.મોરેકર દ્વારા કરવામાં આવ્યું હતું.