Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી
18/08/2022 00:08 AM Send-Mail
શ્રી પી.એમ. પટેલ કોલેજ કેમ્પસ ખાતે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અને ૭૬ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)ના અધ્યક્ષ સ્થાને ભવ્ય રીતે કરવામાં આવી હતી. એનસીસીના સિનિયર અન્ડર ઓફિસર શિવાંગી પરમારે ધ્વજારોહણ કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન કર્યું હતું.

આણંદ-ખેડા જિલ્લા ગૌ સેવક સંઘના સંયોજક અને સરસ્વતી શિશુ મંદિરના વ્યવસ્થાપક ટ્રસ્ટી સુરેશભાઈ નાયકે પોતાના ઉદ્બોધનમાં ચંદ્રશેખર આઝાદને યાદ કરી સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ યાદ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ધન્વંતરી પાર્થભાઈ પટેલ અને આશ્રુતિ પટેલે રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિગીત પર ડાન્સ રજૂ કર્યો હતો. એનસીસીના વિદ્યાર્થીઓએ દેશના સ્વતંત્રતા આંદોલનોની ઝાંખી કરાવતી વિશેષ નાટિકા એનઆઈએપી હેઠળ રજૂ કરી હતી. કેડેટ્સ દ્વારા ફ્લેગ એરિયા તૈયાર કરાયો હતો. અમૃત મહોત્સવ દરમિયાન સંસ્થામાં યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ અને સન્માનપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત વિશેષ મહાનુભાવોમાં ડો. મિલનભાઈ પટેલ, એપીએમએસના વાઈસ પ્રેસિડેન્ટ અને સીઈઓ ડો. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડો. ઈશિતાબેન પી. પટેલ, એડમિન વિભાગના યુગમાબેન, તમામ કોલેજના આચાર્ય, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ સાથે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.