Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી
18/08/2022 00:08 AM Send-Mail
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા દેશનાં ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માનવવિદ્યા ભવનના પટાંગણમાં કુલપતિ નિરંજન પટેલ, મુખ્ય મહેમાન ડો. જ્યોતિ તિવારી, કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ, સહિત યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો, વિવિધ વહીવટી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરાઈ હતી.

રાષ્ટ્રીય ધ્વજને સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષોથી સેવક તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ અને કનુભાઈના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો. પ્રો. નિરંજન પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતા એટલે (સ્વ) પોતાના પર (તંત્ર) નિયંત્રણ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે હર ઘર તિરંગાના આહ્વાનથી લોકોમાં તિરંગા માટે સન્માન વધે અને દેશ આગળ વધે તેવી વાત કરી હતી. ડો. જ્યોતિ તિવારીએ તિરંગાના ઉપયોગ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ તિરંગાનું સન્માન જળવાય તે વિશે વાત કરી હતી. ડો. ભાઈલાલભાઈએ ભારત એક વૈભવશાળી રાષ્ટ્ર બનવા તરફ આઝાદીના ૭૫ વર્ષ બાદ જઈ રહ્યું છે તે વિશે લોકોને જણાવ્યું હતું. આ પ્રસંગે વંદે માતરમ્ ગાનનો મહિમા અનુસ્નાતક ગુજરાતી વિભાગના ડો. રાજેશ્વરી પટેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો.