Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
મહિલાએ ઉત્તેજક ડ્રેસ પહેર્યો હોય તો આરોપી પર યૌન શોષણનો કેસ બનતો નથી : કેરળની જિલ્લા અદાલતની ટિપ્પણીથી વિવાદ
મહિલા સામાજિક કાર્યકરો, પૂર્વ જજોએ વિરોધ નોંધાવ્યો : હાઇકોર્ટને કેસમાં હસ્તક્ષેપ કરવાની માંગ
18/08/2022 00:08 AM Send-Mail
ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાની અદાલતે યૌન શોષણના કેસમાં કરેલી ટિપ્પણીને લઇને વિવાદ છેંછેડાયો છે. અદાલતે આરોપીને આગોતરા જામીન આપતા કહ્યું કે જો મહિલા ઉત્તેજક કપડાં પહેરે છે તો પછી પ્રથમ દૃષ્ટિએ આરોપી પર આઇપીસીની કલમ ૩૫૪ અંતર્ગત યૌન શોષણનો કેસ બનતો નથી.

અદાલતે આ નિર્ણય પર વિવાદ શરૂ થયો છે. જજ એસ. કૃષ્ણકુમારે એક્ટિવિસ્ટ અને લેખક સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપતા આ ટિપ્પણી કરી. ચંદ્રન પર બે વર્ષ પહેલા એક લેખિકા સાથે છેડતી કરવાનો આરોપ મૂક્યો હતો. અદાલતની ટિપ્પણી પર મહિલા એક્ટિવિસ્ટ્સ અને પૂર્વ જજોએ વિરોધ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં તેમના તરફથી માંગ કરવામાં આવી છે કે આ કેસમાં હવે હાઇકોર્ટે હસ્તક્ષેપ કરવો જોઇએ. તદુપરાંત પીડિતાએ એ પણ કહ્યું કે તે ટૂંક સમયમાં જ હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે. ચંદ્રનને જામીન આપતા જજે ટિપ્પણી કરી કે આરોપી તરફથી પોતાની અરજીની સાથે જે તસવીરો આપવામાં આવી છે તેનાથી માલૂમ પડે છે કે ફરિયાદીએ એવા કપડાં પહેર્યા હતાં જે ઉત્તેજના જન્માવનારા હતાં. એવામાં કલમ ૩૫૪ અંતર્ગત આરોપી વિરૂદ્ઘ કેસ બનતો નથી. બીજી તરફ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા પીડિતાના સંબંધીઓએ કહ્યું કે એ આશ્રર્ચજનક છે કે સોશિયલ મીડિયાની કેટલીક તસવીરોને અદાલતમાં રજૂ કરી દેવામાં આવી.

અદાલતે આરોપીની ઉંમર અને તેની શારીરિક સ્થિતિનો પણ હવાલો આપ્યો. કોર્ટે કહ્યું કે જો એ માની પણ લેવામાં આવે કે શારીરિક સંપર્ક થયો હતો તો તેના પર વિશ્વાસ કરવો અઘરો છે કે ૭૪વર્ષની ઉંમર અને શારીરિક રીતે દિવ્યાંગ શખ્સ કઇ રીતે કોઇને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી શકે છે અને તેના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરી શકે છે. એવામાં આ કેસમાં આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ