Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
રેવડી કલ્ચર : સુપ્રીમનો સવાલ, શું ફ્રી વીજળી, પાણી, આરોગ્ય સુવિધાઓને મફતખોરી કહેવામાં આવશે?
અમે રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી વાયદા કરતાં રોકી ન શકીએ
18/08/2022 00:08 AM Send-Mail
ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનારા રાજકીય પક્ષો પર નિયંત્રણને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ કહ્યું કે સવાલ એ છે કે કઇ સુવિધાને મફતખોરી કહેવામાં આવે અને કોને જનતાનો કાયદેસરનો હક માનવામાં આવે?

કોર્ટે કહ્યું કે શું મફત આરોગ્ય સુધિવાઓ, મફત પાણી, વીજળીને મફતખોરી કહેવામાં આવે કે વાયબી વાયદા? બીજી તરફ શું મફત વીજળીના સામાન, અન્ય ચીજોની વહેંચણી જનકલ્યાણ છે? તેના પર વ્યાપક વિચાર વિમર્શન કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે તેના પર તમામને સૂચનો આપવાની વાત કહી છે.

સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાય તરફથી દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે ચૂંટણીમાં મફત સુવિધાઓની જાહેરાત કરનારા રાજકીય પક્ષોની માન્યતા રદ કરી દેવામાં આવે. કોર્ટના ગત નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, આમ આદમી પાર્ટી, ડીએમકે, કપિલ સિબ્બલ પોતાના સૂચનો રજૂ કરી ચૂક્યા છે. આજે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ કહ્યું કે અમારી પાસે આવેલા તમામ સૂચનો પૈકી એક સૂચન છે કે રાજકીય પક્ષોને પોતાના મતદારોને વચન આપતા રોકવા ન જોઇએ. હવે કોર્ટનો સવાલ એ છે કે કોને મફતખોરી કહેવામાં આવે? ચીફ જસ્ટિસે કહ્યું કે રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી વચનો આપતા રોકી ન શકાય. મને નથી લાગતુ કે ચૂંટણી દરમિયાન મફત સુવિધાઓના વાયદા કોઇ પાર્ટીની સત્તામાં આવવાની ગેરંટી છે. અનેક વખત આવા વાયદા કરનારી પાર્ટીઓ હારી જતી હોય છે.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ