Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બિહાર : અપહરણ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરવાના દિવસે જ કાયદા મંત્રીના શપથ લીધા
મને આના વિશે કોઈ માહિતી નથી : મુખ્યમંત્રી નીતિશ કુમાર : કોર્ટની નજરમાં કાર્તિક કુમાર ૮ વર્ષથી ફરાર
18/08/2022 00:08 AM Send-Mail
બિહારમાં કેબિનેટ વિસ્તરણ થયા પછી નવા બનેલા કાયદામંત્રી કાર્તિક કુમાર વિવાદોમાં ઘેરાયા છે. હકીકતમાં જે દિવસે એક અપહરણ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું એ જ દિવસે રાજભવન પહોંચીને મંત્રીપદના શપથ લીધા અને તેમને નીતિશકુમારે કાયદા મંત્રાલય જ સોંપી દીધું.ખાસ બાબત તો એ છે કે કોર્ટની નજરમાં કાર્તિક કુમાર ૮ વર્ષથી ફરાર છે.

અનંત સિંહના નિકટના મનાતા અને આરજેડી કવોટાના મંત્રી બનેલા કાર્તિક કુમારે પોતાના પર થયેલા વિવાદ પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહયું હતું કે એફિડેવિટમાં બધું જ લખેલું છે. મુખ્યમંત્રી નીતિશકુમારે કાર્તિક પર લાગેલા આરોપો અંગે કહયું હતું કે મને આના વિશે કોઇ માહિતી નથી.

રાજદ પ્રદેશ પ્રવકતા શકિત યાદવે કહયું હતું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરફથી કડક નિર્દેશ અપાયા છે કે જે દોષિત હશે તેને છોડાશે નહી. અમે અમારાને પણ નહીં બચાવીએ. આ અંગે કાયદામંત્રી કાર્તિક કુમાર સાંજે ૪ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. અપર જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તૃતીય દાનાપુર તરફથી એક આદેશ સામે આવ્યો છે, જેમાં કાર્તિક કુમારની ધરપકડ પર પહેલી સપ્ટેમ્બર સુધી સ્ટે આપ્યો છે. આ આદેશ મોકામાના પોલીસ -અધ્યક્ષને આપવામાં આવ્યો છે. આ આદેશની પુષ્ટિ અનંત સિંહના વકીલ સુનીલકુમારે પણ કરી છે. આ ઘટના ૨૦૧૪ની છે. પટનાના બિહટા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રાજીવ રંજનનું અપહરણ થયું હતું. આ પ્રકરણમાં કાર્તિક કુમાર સામે અપહરણનો કેસ દાખલ થયો હતો. આ પ્રકરણમાં તેની સાથે બીજા ૧૭ લોકોના નામ પણ આરોપી તરીકે હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને બંટુ સિંહ પણ સામેલ હતા. આ પ્રકરણમાં કાર્તિક કુમારના આગોતરા જામીન અરજી ફેબ્રુઆરી ૨૦૨૨માં જ ફગાવી દેવાઇ હતી. તેમને કોર્ટમાં સરેન્ડર કરવાના અને પછી કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે કાર્તિક કુમારે હજુ સુધી કોર્ટમાં સરેન્ડર નથી કર્યુ અને જામીન માટે પણ ફરીવાર અરજી કરી, એ પછી ૧૪ જુલાઇએ કાર્તિક સામે વોરંટ ઇસ્યુ થયું હતું. ૧૬ ઓગસ્ટે તેને કોર્ટમાં સેરેન્ડર કરવાનું હતું પણ તેઓ ત્યાં હાજર થયા નહીં. પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ મહાગઠબંધન સરકારને ઘેર્યુ છે. તેમણે કહયું હતું કે નીતિશકુમારની સરકારમાં બાહુબલીઓની બોલબાલા છે. કાયદામંત્રી કાર્તિક કુમારને તાકીદે બરતરફ કરવાની માગણી કરી છે.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ