Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બીજેપીએ ૧૫ સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરી
ભાજપ સંસદીય બોર્ડમાંથી શિવરાજસિંહ અને ગડકરીને પડતા મૂકાયા
પ્રથમ વખત નોર્થ ઇસ્ટમાંથી સર્બાનંદ સોનોવાલને સંસદીય બોર્ડમાં સામેલ કરવામા આવ્યા
18/08/2022 00:08 AM Send-Mail
ભાજપે બુધવારે નવા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. ૧૧ સભ્યોવાળા સંસદીય બોર્ડમાંથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હટાવી દેવામાં આવ્યા છે. નવા સંસદીય બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય સર્વાનંદ સોનોવાલ, બીએસ યેદિયુરપ્પા, કે. લ-મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધાબેન યાદવ, સત્યનારાયણ જાટિયા અને પાર્ટી સચિવ બીએલ સંતોષને જગ્યા મળી છે. સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં એક પણ સીએમને જગ્યા મળી નથી.

તેની સાથે જ બીજેપીએ ૧૫ સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરી છે. તેમાં પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય બીએસ યેદિયુરપ્પા, ભુપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બીએલ સંતોષ અને વનથી શ્રીનિવાસને જગ્યા આપવામાં આવી છે.

નોર્થ ઇસ્ટમાંથી સર્બાનંદ સોનોવાલને સ્થાન મળ્યું છે. તે આસામના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકયા છે. હાલ તે કેન્દ્રમા મંત્રી છે. નોર્થ ઇસ્ટમાં તેમનો પ્રભાવ પણ છે. આગામી વર્ષ નોર્થ ઇસ્ટના ઘણા રાજયોમાં ચૂંટણી થશે, જેનો સીધી રીતે બીજેપીને ફાયદો થશે. પ્રથમ વખત નોર્થ ઇસ્ટમાંથી કોઇપણ વ્યકિતને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. સુષ્મા સ્વરાજના નિધન પછી ભાજપ સાંસદીય બોર્ડમાં મહિલાની અછત હતી. તે અછતને પૂરી કરવા માટે ભાજપે હરિયાણાથી આવતા સુધા યાદવને સામેલ કર્યા છે. સુધા યાદવ ઓબીસીમાંથી આવે છે. ભાજપનું નિશાન સમગ્ર દેશમાં ઓબીસી પર છે. આગામી વર્ષ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં મધ્યપ્રદેશથી આવતા રાજયસભા સાંસદ સત્ય નારાયણ જાટિયાને ભાજપે સંસદીય બોર્ડમાં સામેલ કરીને મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ઇકબાલ સિંહ પૂર્વ આઇપીએસ છે, જેમણે ૨૦૧૨માં બીજેપી જોઇન કરી હતી. જયારે પંજાબમાં આતંકવાદનો સમય હતો, ત્યારે ઇકબાલ એકિટવ પોલીસ અધિકારી તરીકે સેવા આપી રહયા હતા. ઇકબાલની બીજેપીના સંસદીય બોર્ડમાં એન્ટ્રીથી બીજેપી પંજાબના મતદાતાઓને ખુશ કરવા માંગે છે. આ સિવાય તે સમગ્ર દેશમાં ફેલાયેલા શીખ સુમદાય માટે મેસેજ આપવાની કોશિશ છે. યેરીદયુરપ્પા કર્ણાટકમાંથી સૌથી વધુ ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકયા છે. કર્ણાટક સિવાય યેદુરપ્પાનો દિક્ષણમાં સારો પ્રભાવ છે. મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા પછીથી યેદુરપ્પાને સંસદીય બોર્ડમાં લાવવામાં આવ્યા છે. આ તેમને સંતુષ્ટ કરવાની કોશિશ છે. બીજી તરફ દિક્ષણમાં ધામ જમાાવવાની કોશિશ કરી રહેલી બીજેપી માટે યેદુરપ્પાનો ચેહરો કામ આવી શકે છે.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ