Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બાબા રામદેવના નિવેદન પર દિલ્હી હાઇકોર્ટે વ્યકત કરી ચિંતા, કહ્યું - એલોપેથી પર સવાલ ન ઉઠાવવો જોઇએ
-એલોપેથી વિરૂદ્ઘ નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગ દોરવા જોઇએ નહી
18/08/2022 00:08 AM Send-Mail
દિલ્હી હાઇકોર્ટે એલોપેથી પર બાબા રામદેવના નિવેદનો પર ચિંતા વ્યકત કરી છે. કોર્ટે કહયું કે બાબાએ કોવિડ-૧૯ રસીની અસરકારકતા પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછયું કે કોવિડ-૧૯ માટે બૂસ્ટર ડોઝ લગાવવા છતાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન કોવિડ ટેસ્ટ કેમ કરાવ્યો છે. કોર્ટે કહયું કે આવા નિવેદનો અન્ય દેશો સાથે આપણા દેશના સંબંધોને અસર કરવા ઉપરાંત આયુર્વદની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે.

કોર્ટે કહયું કે બાબા રામદેવનો તર્ક તેમના અનુયાયીઓ અને તેમના શબ્દોમાં વિશ્વાસ કરનારા લોકો માટે માન્ય હોઇ શકે છે, પરંતુ તેમણે એલોપેથી વિરૂદ્ઘ નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગ દોરવા જોઇએ નહી.

જસ્ટિસ અનૂપ જયરામ ભંભાણી એલોપેથી વિરૂદ્ઘ આપેલા નિવેદન પર ડોકટર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન પર બાબાના નિવેદન પર કોર્ટે કહયું કે આવા નિવેદનો અન્ય દેશો સાથે આપણા દેશના સંબંધોને અસર કરવા ઉપરાંત આયુર્વદની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. કોર્ટ બાબા રામદેવને કહયું કે તેઓ તેમના અનુયાયીઓ અને તેમના શબ્દોમાં વિશ્વાસ કરનારા લોકોનું સ્વાગત છે. જો કે, એલોપેથી વિરૂદ્ઘ નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગ દોરવા જોઇએ નહી. પતંજલિની પ્રોડકટ કોરોનિલની તરફેણમાં બોલતા કોર્ટે યોગ ગુરુને સત્તાવાર કરતા વધુ કંઇ કહેવાથી દૂર રહેવા કહયું હતું. મોટાપાયે જનહિતની ચિંતા વ્યકત કરતાં તેમણે કહયું કે આયુર્વદની સારી નામના અને પ્રતિષ્ઠાને કોઇપણ રીતે નષ્ટ ન થવી જોઇએ.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ