Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
‘NRIને પણ મળે મતદાનનો અધિકાર’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ
વિદેશમાં રહેતા ૧.૨૬ કરોડ લોકોમાંથી ઓછામાં ઓછા ૬૦-૬૫ ટકા લોકો ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક હોવાની શકયતા
18/08/2022 00:08 AM Send-Mail
બિન-નિવાસી ભારતીયો (NRI’S)ને મત આપવાના અધિકારની માંગ કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે હવે આ અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજી 'કેરળ પ્રવાસી એસોસિએશન' દ્વારા દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે 'કેરળ ઓવરસીઝ એસોસિએશન' દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઇએલની નોંધ લીધી હતી કે જેમાં એનઆરઆઇને મત આપવાનો અધિકાર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આના પર નોટિસ જારી કરી હતી અને આ મુદ્દે પેન્ડિંગ પિટિશન સાથે પીઆઇએલને જોડવાનો આદેશ આપ્યો હતો.

આ વર્ષ એપ્રિલમાં ચૂંટણી પંચે કહયું હતું કે તે વિદેશી મતદારો માટે ઇલેકટ્રોનિકલી ટ્રાનસમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ(ઉરડઇફ) સુવિધા શરૂ કરવા પર વિચાર કરી રહયું છે. ભારતના તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ૯-૧૯ એપ્રિલ દરમિયાન દિક્ષણ આફ્રિકા અને મોરેશિયસની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન અનેક બેઠકો યોજાઇ હતી. સત્તાવાર અંદાજ મુજબ, વિદેશમાં રહેતા ૧.૨૬ કરોડ લોકોમાંથી ઓછામાં ઓછા ૬૦-૬૫ ટકા લોકો ચૂંટણીમાં મતદાન કરવા માટે લાયક હોવાની શકયતા છે. નોંધાયેલા મતદારોનો મોટો હિસ્સો કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના છે. નોંધાયેલા મતદારોની થોડી વસ્તી ગુજરાત અને પંજાબના પણ છે.

નોંધનીય છે કે દેશમાં એનઆરઆઇને મતદાનનો અધિકાર આપવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. ૨૦૧૦માં તત્કાલીન યુપીએ સરકારના વડાપ્રધાન મનમોહનસિંહે કહયું હતું કે સરકાર એનઆરઆઇને મતદાનનો અધિકાર આપવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવશે. જો કે ૧૨ વર્ષ પછી પણ સ્થિતિ એવી જ છે. જો કે ભારત સરકારે યુએસએ, કેનેડા અને યુકે જેવા દેશોના લોકોને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઠઈક)ની સુવિધા પૂરી પાડી છે. આ અંતર્ગત તેમને ભારતીય નાગરિકોની જેમ તમામ અધિકારો છે. પરંતુ હજુ પણ તેમને મત આપવાનો અધિકાર નથી.

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ૧૬ રને હરાવ્યું

RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરતાં હોમ, ઓટો લોન સહિત તમામ EMI પણ વધશે

સુરતથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ૨૫.૮૦ કરોડની નકલી નોટો ઝડપાઈ

વ્યાભિચાર પરિવારોને તોડી નાખે છે, આવા કેસને ગંભીરતાથી લેવાની જરૂર : સુપ્રીમ

મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગનાઈઝેશના વડા ઈમામને ‘સર તન સે જુદા’ની ધમકી

નોઈડામાં ફરી એકવાર શ્રીકાંત ત્યાગીની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ખડગે-થરૂર-ત્રિપાઠીએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમદવારી પત્રકો ભર્યા : ત્રિકોણીય હરીફાઈ થશે ?

સંસદની નવી ઈમારત પર સ્થાપિત ત્રણ સિંહોની મુખાકૃતિમાં કોઈ નિયમ ભંગ નથી : સુપ્રીમ